વલસાડ-દમણ-સેલવાસમાં ગુરુવારે 43 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વલસાડ-દમણ-સેલવાસમાં ગુરુવારે 43 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ત્રણેય વિસ્તારના મળીને 72 કરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થયા છે.
વલસાડ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુરુવારે વધુ 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે 23 કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને સારવારમાંથી રજા આપવામાં આવી હતી. સંઘપ્રદેશ દાદરા નગરહવેલીમાં અત્યાર સુધીના કુલ નોંધાયેલા દર્દીઓમાંથી 701 દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે, જ્યારે 229 દર્દીઓ હજૂ પણ સારવાર હેઠળ છે. દાદરા નગર હવેલીમાં આજના નવા 16 કન્ટેન્મેન્ટ ઝોન સાથે કન્ટેન્મેન્ટ ઝોનની કુલ સંખ્યા 263 પર પહોંચી છે.
સંઘપ્રદેશ દમણમાં ગુરુવારે 08 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે 20 કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દમણમાં અત્યાર સુધીના કુલ કેસમાંથી 774 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે, જ્યારે 140 દર્દીઓ સારવાર હેઠળ છે. દમણમાં 2 નવા કન્ટેન્મેન્ટ ઝોન સાથે કુલ કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા 83 ઉપર પહોંચી છે.
વલસાડ જિલ્લામાં ગુરુવારે કોરોનાના 09 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે 29 દર્દીઓ સ્વસ્થ થયા હતા. વલસાડ જિલ્લામાં કુલ 899 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી હાલ 97 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 708 દર્દીઓ સારવાર મેળવીને સ્વસ્થ થઇ ચુક્યા છે. વલસાડ જિલ્લા માટે ગુરુવારના દિવસ રાહતના સમાચારએ હતા કે આજે વલસાડ જિલ્લામાં એક પણ કોરોના દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. જો કે, અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાંથી કુલ 97 પોઝિટિવ દર્દીઓના મોત થયાં છે.