ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં ABVPએ અનોખી રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરી - BVPએ પર્યાવરણ અને ઓક્સિજન અંગે જાગૃતિ વધારવાની પહેલ કરી

આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી વિશ્વભરમાં આ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ABVPએ પર્યાવરણ અને ઓક્સિજન અંગે જાગૃતિ વધારવાની પહેલ કરી હતી. ABVPના કાર્યકર્તાઓ દરેક સર્કલ પર PPE કીટ પહેરી અને ઓક્સિજન સિલિન્ડર લગાવીને લોકોને જાગૃત કરી રહ્યા હતા.

વલસાડમાં ABVPએ અનોખી રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરી
વલસાડમાં ABVPએ અનોખી રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરી

By

Published : Jun 5, 2021, 4:55 PM IST

  • વલસાડમાં ABVPએ પર્યાવરણ દિવસ ઉજવ્યો
  • કાર્યકર્તાઓએ લોકોને પર્યાવરણ અંગે કર્યા જાગૃત
  • ઓક્સિજન સિલિન્ડર અને PPE કીટ પહેરીને કાર્યકર્તાઓએ ફેલાવી જાગૃતિ
કાર્યકર્તાઓએ લોકોને પર્યાવરણ અંગે કર્યા જાગૃત

વલસાડઃ કોરોના મહામારીના કારણે અનેક જગ્યાએ ઓક્સિજનની અછત સર્જાઈ હતી. તે જ સમયે પર્યાવરણનું મહત્વ લોકોને સમજાયું હતું, પરંતુ હજી પણ જો બેદરકારી રાખીશું અને વૃક્ષોને કાપીશું તો ઓક્સિજનની અછત સર્જાશે તેમાં ના નહીં. આજે વિશ્વ પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખી વલસાડમાં ABVPના કાર્યકર્તાઓએ આ દિવસની અનોખી ઉજવણી કરી હતી. કાર્યકર્તાઓએ લોકોને પર્યાવરણ અને ઓક્સિજન અંગે જાગૃત કર્યા હતા. જાગૃતિ માટે કાર્યકર્તાઓ PPE કીટ પહેરીને અને ઓક્સિજન સિલિન્ડર લગાવીને દરેક સર્કલ પર ઉભા હતા.

આ પણ વાંચો-Surat Metro Rail Project: 2500થી વધુ વૃક્ષોને તેના રૂટમાં ન આવે તે માટે હટાવવામાં આવશે

વલસાડમાં ABVPએ પર્યાવરણ દિવસ ઉજવ્યો

ABVPએ લોકોને પર્યાવરણના જતનની અપીલ કરી

આ સાથે જ ABVPના કાર્યક્રતાઓએ રસ્તા પર આવતા જતા તમામ લોકોને વૃક્ષો વાવવા અને પર્યાવરણ બચાવવા માટે અપીલ કરી હતી. ABVPના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, પર્યાવરણનું જતન કરવું જોઈએ. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી એ મહામારી નથી પરંતુ મનુષ્ય દ્વારા પ્રકૃતિને પીડા પહોંચાડે છે અને તેનો બદલો પ્રકૃતિ મહામારીની સૌગાત આપીને લઈ રહી છે.

વલસાડમાં ABVPએ પર્યાવરણ દિવસ ઉજવ્યો

આ પણ વાંચો-વિશ્વ પર્યાવરણ દિવસ પર મળો 13000 તુલસીના છોડનું નિઃશુલ્ક વિતરણ કરનાર 'તુલસીભાભી' ને..

પ્રકૃતિને નુકસાન થશે તો મનુષ્યોનું નિકંદન નીકળશેઃ ABVP

કોરોના મહામારીમાં સમગ્ર રાજ્યમાં અનેક અનેક લોકોએ ઓક્સિજનના કારણે જીવ ગુમાવ્યા છે અને કેટલાકે પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે ત્યારે આવા સમયે ઓક્સિજનની ઊભી થયેલી અછતને ટાણે જ પ્રકૃતિ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવતા ઓક્સિજનની કિંમત મનુષ્યને સમજાય છે. આ સાથે તે પણ સમજણ આવી ગઈ છે કે, જો પ્રકૃતિને નુકસાન પહોંચાડશે તો સામે પ્રકૃતિ પણ મનુષ્ય જાતિનું નિકંદન કાઢી નાખે તેવી શક્યતા છે, જેના કારણે લોકોએ પર્યાવરણ દિવસ નિમિત્તે જાગૃત થઈ વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઇએ

ABOUT THE AUTHOR

...view details