વલસાડ:જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે તારીખ 9 મેના રોજ એક અનોખા લગ્ન(Kankotri viral in Valsad) યોજાશે. જેની કંકોત્રી હાલ દરેક સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. મહત્વનું છે કે સમાન્યકંકોત્રીમાં એક વરરાજા અને એક દુલ્હનના નામ હોય છે. પરંતુ આ કંકોત્રીમાં વરરાજા એક અને દુલ્હનના બે નામ હોવાને લઈને ફરતી થયેલી આ પત્રિકાએ ભારે ચકચાર જગાવી છે.
બન્ને યુવતીઓ એક જ યુવક સાથે પતિ પત્નીની જેમ રહે છે -આદિવાસી સમાજમાં વર્ષોથી લગ્ન પહેલાથી યુવક યુવતી પતિ પત્ની તરીકે (લીવ ઇન રીલેશન) રહેતા હોય છે. આર્થિક પગભર થયા બાદ વિધિવત લગ્ન કરતા કરે છે. આદિવાસી સમાજમાં (young woman marries two young women)અગાઉથી જ પરંપરા કહો કે આર્થિક મજબૂરી અહી યુવક યુવતીઓના ફૂલહાર એટલે કે ચાંદલા વિધિ થયા બાદ બન્ને પતિ પત્નીની જેમાં રહે છે અને આર્થિક સ્થિતિ પગભર થયા બાદ તેઓ વિધિવત લગ્ન કરતા હોય છે. ફરતી થયેલી કંકોત્રીના કિસ્સામાં પણ એવું જ છે, પરંતુ અહીં બન્ને યુવતીઓ એક જ યુવક સાથે પતિ પત્નીની જેમ રહે છે અને તેમને બાળકો પણ છે એટલે આ બાળકો પણ માતાપિતાના લગ્નમાં હાજરી આપશે.
આ પણ વાંચોઃસુરતના યુગલે બનાવી એક અનોખી કંકોત્રી, જુઓ વીડિયો...
બન્ને પત્ની સાથે તેમના પ્રેમ લગ્ન -કપરાડા તાલુકાના નાનાપોઢા ગામે ગાંવિત ફળિયામાં રેહતા પ્રકાશ જેઓ 42 વર્ષના છે તેઓ છેલ્લા કેટલાક સમયથી તેમની બન્ને પત્ની સાથે નયનાબહેન અને કુસુમ બહેન સાથે તારીખ 9 મેના રોજ લગ્ન ગ્રંથી થી જોડાશે. તેમણે જણાવ્યું છે કે, બન્ને પત્ની સાથે તેમના પ્રેમ લગ્ન છે અને બન્નેના પરિવાર સાથે મનમેળ પણ છે. જેથી એકજ મંડપમાં બન્ને સાથે લગ્ન ગ્રંથીથી જોડાશે. આર્થિક સ્થિતિના હોવાને કારણે લગ્નનો ખર્ચ પહોંચી વળે એમ ન હોવાથી, આદિવાસી ક્ષેત્રમાં યુવક યુવતીઓ પતિ પત્નીની જેમ લગ્ન પૂર્વે સાથે રહે છે. આપને જણાવી દઈએ કે, પ્રકાશ ભાઈને બન્ને પત્ની સાથે રહેતા સંતાનો પણ છે.
કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ -લગ્ન માટે પ્રકાશભાઈ દ્વારા આમંત્રણ આપવા માટે છપાવવામાં આવેલી કંકોત્રીમાં બે યુવતીના નામ હોવાથી આ કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આથી, અનેક લોકો કુતુહલ સાથે રમુજ તો કેટલાક લોકો બે પત્ની સાથે લગ્ન કરવા બાબતે શુભેચ્છાઓ આપતા જોવા મળ્યા હતા. આ સાથે જ, પ્રકાશભાઈ ઉપર કેટલાક લોકોના ફોન પણ આવતા થયા છે. જેને લઈને હાલ તો સમગ્ર લગ્નએ પંથકમાં ચકચાર જગાવી છે.
આ પણ વાંચોઃએક જ મંડપમાં છોકરાએ બે છોકરીઓ સાથે કર્યા લગ્ન, જુઓ વાયરલ વીડિયો
લગ્ન 9 મેના રોજ યોજાશે -એક ગામના ફળિયાની અને અન્ય એક બાજુના ગામની યુવતી છે. પ્રકાશભાઈ જણાવે છે કે, તેમને પ્રથમ પ્રેમ નયના નામની યુવતી સાથે થયો હતો, જેઓ પોતાના ફળિયામાં જ રહેતા મંગલ લાખમાની પુત્રી છે, જ્યારે કુસુમ નામની યુવતી બાજુમાં આવેલા ગામ મોટી વહિયાળના રમેશ બાબુ ઓઝાર્યાની પુત્રી છે. બન્ને યુવતીઓ છેલ્લા કેટલાક સમયથી પ્રકાશની સાથે જ રહે છે અને તેમને સંતાન પણ છે. હાલ તો લગ્ન 9 મેના રોજ યોજાશે, પરંતુ વાયરલ કંકોત્રીને લઈને પ્રકાશ ભાઈ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા છે. માત્ર વલસાડ નહિ સમગ્ર ગુજરાતમાંથી બે પત્ની સાથે લગ્નની પૂછપરછ માટેના કોલ તેમને આવી રહ્યા છે.