ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં 10 વર્ષની બાળકીએ 30 દિવસના રોઝા રાખ્યા - રમઝાન માસ પુર્ણ

રમઝાન માસ પુર્ણ થયા બાદ વલસાડ શહેરમાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરતા હોય છે. જોકે, એક રોજો રાખો એટલે દિવસ દરમિયાન ના તો કોઈ ભોજન ગ્રહણ કરી શકાય છે કે, ના તો પાણી પી શકાય છે. ઉનાળાની 41 ડિગ્રી જેટલી ગરમીમાં એક રોજો રાખો એટલે એક સામાન્ય માણસ માટે ખૂબ જ કપરી વાત કરી શકાય છે. પરંતુ વલસાડ જિલ્લા નજીકમાં આવેલા અતુલ ખાતે 10 વર્ષીય બાળકીએ સતત 30 દિવસ સુધી રોજા રાખ્યા હતા.

valsad
વલસાડ

By

Published : May 25, 2020, 4:28 PM IST

વલસાડ :શહેરની નજીકમાં આવેલા અતુલ ભોળા નગર ખાતે રહેતા એક મુસ્લિમ બિરાદરના પરિવારની 10 વર્ષીય દીકરી ઝરિન અફસર આઝમી. સમગ્ર રમઝાન મહિનો એટલે કે, સતત 30 દિવસ સુધી મુસ્લિમ સમાજના તમામ નિયમોને પાડતા રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરી છે. ફૂલ જેવી આ માસૂમ દીકરીએ પાંચ ટાઈમની નમાજ અને દરેક રોજ આ સમયે અલ્લાહની ઇબાદત કરી સમગ્ર મહિનામાં 30 દિવસ સુધીના રોજા પાળ્યા છે. મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, ઉનાળાની 41 ડિગ્રી જેટલા તાપમાનમાં કોઈપણ વ્યક્તિએ રોજા રાખવા એ સામાન્ય વાત નથી. પરંતુ એક નાનકડી દીકરીએ 30 દિવસ સુધી સતત ભોજન અને પાણી ગ્રહણ કર્યા વિના અલ્લાહની ઇબાદત કરી એ ખૂબ મોટી વાત કહી શકાય છે. તેમણે કહ્યું કે, આ બાળકી ઉપર સતત અલ્લાહની દુઆઓ છે.

વલસાડમાં માત્ર 10 વર્ષીય બાળકીએ 30 દિવસના રોઝા રાખ્યા
મહત્વનું છે કે, મુસ્લિમ સમાજમાં રમજાનમાં રોજા રાખવા એ દરેક મુસલમાનો માટે જરૂરી માનવામાં આવે છે. કહેવાય છે કે, સમગ્ર વર્ષ દરમિયાન એક જ મહિનો એવો હોય છે કે, જેમાં રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરવાની હોય છે. સવારે ચાર વાગ્યે ઉઠ્યા બાદ નમાજ અદા કરી સાંજે સાત વાગ્યા સુધી સતત રોજો રાખવાનો હોય છે, અને તે દરમ્યાન પાંચ ટાઈમની નમાઝ પણ અદા કરવાની હોય છે. આ તમામ નિયમોને પાડતા અતુલની 10 વર્ષીય દીકરીએ 30 દિવસના રોજા કરીને મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું છે.

ABOUT THE AUTHOR

...view details