- ફ્લોટિંગ જેટી પર માછીમારો સહેલાઈથી બોટ પાર્ક કરી શકશે
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બજેટમાં કરી હતી જાહેરાત
- નાયબ મુખ્યપ્રધાને મત્સ્યોદ્યોગ માટે કરી હતી વિશેષ જાહેરાત
- માછીવાડ ખાતે એક જેટી હતી દરિયાના મોજાથી તૂટી ગઈ હતી
- અત્યારે માછીમારો નદીના કિનારે બોટ પાર્ક કરવા મજબૂર છે
- પાર્કિંગ કરેલી બોટથી દોઢ કિલોમીટર દૂર આવવું પડે છે
- મહિલાઓ બોટમાંથી માથે પોટલું ઊંચકી આવવા બની મજબૂર
વલસાડઃ પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ખાતે આવેલી વસ્તીની 90 ટકા લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે તેમની બોટ માછીમારી કરી જ્યારે પરત આવે છે ત્યારે નદી કિનારે તેમની બોટ પાર્ક કરવા માટે યોગ્ય વ્યવસ્થા નથી. આથી તેમને નદીના ઊંડા પાણીમાં બોટ પાર્ક કરવી પડે છે અને મહિલાઓએ પોતાના માથે માછલીના ટોપલા ઊંચકીને કાદવ-કીચડમાં અંદાજિત એકથી દોઢ કિલોમીટર ચાલવાની ફરજ પડે છે, જેની પાછળનું કારણ એક જ છે કે, અહીં આગળ માછીમારોને બોટ પાર્ક કરવા માટે જેટી બનાવાઈ જ નથી.
માછીવાડ ખાતે એક જેટી હતી દરિયાના મોજાથી તૂટી ગઈ હતી આ પણ વાંચોઃબજેટમાં બંદરોની સુવિધાઓના વિકાસ માટે 50 હજાર કરોડની જાહેરાત, માછીમાર આગેવાને આપી પ્રતિક્રિયા
નાયબ મુખ્યપ્રધાને બજેટમાં જેટી બનાવવાની જાહેરાતથી ગ્રામજનો ખુશ
બજેટ દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરેલી જાહેરાતમાં પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ખાતે ફ્લોટિંગ બનાવવાની જાહેરાત કરી છે. અંદાજિત રૂ. 5 કરોડના ખર્ચે આ જેટી તૈયાર થશે. આથી દરિયાના પાણીના સમયે પણ આર બનાવવામાં આવેલી જેટી એટલી જ મજબૂતાઈથી ટકી રહે. સ્થાનિકોએ આ જાહેરાત બાદ આનંદની લાગણી વ્યક્ત કરી છે તેવું જણાવી રહ્યા છે કે, સરકાર દ્વારા તેમનો મહત્ત્વનો પ્રશ્ન હવે ટૂંક સમયમાં દૂર કરશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી અને સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
ફ્લોટિંગ જેટી પર માછીમારો સહેલાઈથી બોટ પાર્ક કરી શકશે આ પણ વાંચોઃમાછીમારો માટે પોરબંદર ભારતીય નેવલ શીપ પર દરિયાકાંઠાની સુરક્ષા અંગે વર્કશોપ યોજાશે
વર્ષો પહેલા તૂટેલા ધક્કાના સમારકામ માટે રૂ. 6 કરોડ ફાળવાયા હતા, પરંતું સમારકામ થયું નથી
થોડા વર્ષો અગાઉ માછીમારોને સવલત મળે એવા હેતુથી સિમેન્ટ કોંક્રીટ દ્વારા ઔરંગા નદીના પટમાં એક ધક્કો બનાવવામાં આવ્યો હતો જ્યાં આગળ માછીમારો પોતાની બોટ લાંગરી શકે, પરંતુ સમય જતા દરિયામાં આવેલી ભરતીના પાણીને લઇને આ નીચે પાયામાંથી તૂટી ચૂક્યો છે. આથી હવે આ સ્થળ ઉપર પણ બોટ પાર્ક કરી શકાતી નથી અને આ તૂટેલા ધક્કાના સમારકામ માટે અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. અંદાજે રૂ. 6 કરોડ પાસ પણ થયા છે, પરંતુ હજુ સુધી ધક્કાનું સમારકામ થયું નથી.