ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડઃ માલધારી સમાજનો અન્નયજ્ઞ રોજ બને છે 15000 લોકોનું ભોજન - કોરોના વાઈરસ ન્યૂઝ

"દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ" જેવા સૂત્ર સાથે લૉકડાઉન જેવી વિપત્તિમાં ભૂખ્યા લોકો માટે સતત 35 દિવસથી ઘર બેઠા ભોજન પહોંચતુ કરવાનું કાર્ય માલધારી સમાજના લોકો "જય ઠાકોરના નાદ" સાથે કરી રહ્યા છે. વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં અને તાલુકાના ગામોમાં દરરોજ 15000 લોકોને ભોજન બનાવીને પહોંચતુ કરવાનું સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.

Valsad
Valsad

By

Published : Apr 26, 2020, 8:06 AM IST

વલસાડઃ સૌરાષ્ટ્રની મૂળ ભૂમિ સાથે સંકળાયેલો અન્નયજ્ઞ જેમના માટે ઈશ્વર કરતા પણ વધુ હોય એવા માલધારી સમાજના ભરતભાઈ મેરની ટીમ દ્વારા છેલ્લા 35 દિવસથી વલસાડ તાલુકાના ગામોમાં અને શહેરના એક-એક ખૂણે પોતાના વાહનોમાં અવિરત ભોજન પહોંચતુ કરવાની કામગીરી અવિરત ચાલી રહી છે.

વલસાડ શહેરમા માલધારી સમાજનો અન્નયજ્ઞ રોજ બને છે 15000 લોકોનું ભોજન

માલધારી યુવાનો દ્વારા મહિલાઓ અને પરિવાર દ્વારા વહેલી સવારથી જ ચોખા સાફ કરવા, શાકભાજી સમારવી કે ભોજન બનાવવું તમામ કામગીરી સ્વંય કરી રહ્યા છે. આ સાથે જ કોઈ સ્થળે ભૂખ્યા હોવાનો મેસેજ મળે કે તુરંત જ તેઓ ત્યાં પહોંચી જઈ તમામની જઠરાગ્નિ ઠારવાનું કાર્ય કરી રહ્યા છે.

વલસાડ શહેરમા માલધારી સમાજનો અન્નયજ્ઞ રોજ બને છે 15000 લોકોનું ભોજન

સમગ્ર કામગીરી અંગે ભરત ભાઈ મેરે જણાવ્યું હતું કે, દેશ પર આવી પડેલા કોરોના બીમારીની વિપત્તિના સમયમાં લોકોને મદદરૂપ થવું અને ભૂખ્યાને ભોજન આપી તેમની આંતરડી ઠારવી એજ હેતુથી લોકોના અને માલધારી યુવાનોના સહયોગથી આ અન્ન યજ્ઞ શરૂ કર્યો છે. આગામી દિવસમાં પણ આ કાર્ય અવિરત ચાલુ રાખીશું.

વલસાડ શહેરમા માલધારી સમાજનો અન્નયજ્ઞ રોજ બને છે 15000 લોકોનું ભોજન

વલસાડ ધરમપુર રોડ પર આવેલા માલધારી સમાજના રહેણાંક વિસ્તારમાં જ તેનું રસોડું ધમધમી રહ્યું છે અને અહીં રોજ 15થી વધુ વાહનો દ્વારા અનેક સ્થળે ભોજન પહોંચાડવામાં આવે છે.

નોંધનીય છે કે, માલધારી સમાજના આકાર્યમાં વલસાડના અન્ય અગ્રણીઓ સુરેશભાઈ રબારી, સુરેશભાઈ પ્રજાપતિ સહિતની યુવા ટીમ દ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં ઉત્સાહ ભેર જોડાઈ લોકોને ઘર સુધી ભોજન પહોંચાડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details