ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાની મહામારી વચ્ચે વાપીમાં મૂંગા પશુઓને ઘાસચારો અપાયો

સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસને કારણે આ રોગને નાથવા માટે વડાપ્રધાન દ્વારા 21 દિવસનું સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવા સમયે લોકો ઘરમાં રહે છે. જ્યારે માર્ગ પર રખડતા અને પાંજરાપોળમાં નિભાવ કરતા પશુઓને ઘાસચારો નહીં મળતા તેઓની વ્હારે વાપીના શ્રી અજિત સેવા ટ્રસ્ટ રાતા પાંજરાપોળના કાર્યકર્તાઓ પહોંચી રહ્યાં છે.

In the midst of the epidemic of Corona, the Vapi cattle were given fodder
કોરોનાની મહામારી વચ્ચે વાપીમાં મૂંગા પશુઓને ઘાસચારો અપાયો

By

Published : Apr 2, 2020, 3:16 PM IST

વાપી: સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસને કારણે આ રોગને નાથવા માટે વડાપ્રધાન દ્વારા 21 દિવસનું સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવા સમયે લોકો ઘરમાં રહે છે. જ્યારે માર્ગ પર રખડતા અને પાંજરાપોળમાં નિભાવ કરતા પશુઓને ઘાસચારો નહીં મળતા તેઓની વ્હારે વાપીના શ્રી અજિત સેવા ટ્રસ્ટ રાતા પાંજરાપોળના કાર્યકર્તાઓ પહોંચી રહ્યાં છે.

કોરોનાની મહામારી વચ્ચે વાપીમાં મૂંગા પશુઓને ઘાસચારો અપાયો

લોકડાઉન દરમિયાન એક તરફ અનેક સંસ્થાઓ ગરીબો, જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઇ રહ્યાં છે, ત્યારે અન્ય કેટલાક જીવદયા પ્રેમીઓ પશુઓને મરતા બચાવવા ઘાસચારાનું વિતરણ કરી રહ્યાં છે. છેલ્લા ઘણા વર્ષોથી વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને વાપી પંથકમાં પશુઓના માટે વાપી નજીકના રાતા ગામે આવે શ્રી અજીત સેવા ટ્રસ્ટ દ્વારા એક પાંજરાપોળ બનાવવામાં આવી છે. જ્યાં પશુઓને રાખવામાં આવે છે અને તેઓની સેવા કરવામાં આવી રહી છે.

કોરોનાની મહામારી વચ્ચે વાપીમાં મૂંગા પશુઓને ઘાસચારો અપાયો
હાલમાં દેશમાં કોરોના વાયરસને પગલે 21 દિવસના લોકડાઉન દરમિયાન વાપી ટાઉન અને જીઆઇડીસી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા પર રખડતા પશુઓને ઘાસચારો તથા પાણી નહીં મળતા પશુઓની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી. જેને ધ્યાને લઇ વાપી રાતા પાંજરાપોળના પ્રમુખ રાજેશ હસ્તીમલ શાહની આગેવાની હેઠળ વાપીમાં રખડતાં પશુઓને માટે ટેમ્પો તથા ટ્રેકટરમાં લીલો ઘાસચારો પાણી લઈ જઈ આપી રહ્યાં છે. છેલ્લા પાંચ દિવસથી આ સેવા વાપી પંથકમાં આ જીવદયા પ્રેમીઓ કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details