14માં નાણાપંચની ગ્રાન્ટની ઉચાપત અંગે રજૂઆત છતાં કાર્યવાહી શૂન્ય - valsad letest news
વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકાઈ છે. પરંતુ આ યોજનાઓ સામાન્ય માનવી સુધી પહોંચી જ નથી.
કપરાડા તાલુકાના ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા 13માં નાણાપંચમાં ચાર જેટલા ફળિયામાં એક ટાંકી 1 લાખની કિંમતમાં બનાવવામાં આવી પરંતુ મહિલા સરપંચ વહીવટમાં 13માં નાણાપંચમાં બનેલી ટાંકીને જ રંગ કામ કરી 4 લાખ જેટલી સરકારી રકમની ઉચાપત કરી હોવાના ગંભીર આક્ષેપ સાથે પંચાયતના ચાર સભ્યો અને માજી સરપંચ સહિત અનેક લોકોએ સરપંચ દ્વારા કરવામાં આવેલ વહીવટ અંગે તપાસની માંગ સાથે ધરમપુર પ્રાંત અધિકારી અને જિલ્લા કલેકટરને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર બાબતે આજ દિન સુધી કોઈ તપાસ ગામમાં થઈ ન હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.