- ગત વર્ષે લોકડાઉન લાગતા વાપી GIDCમાંથી કામદારોએ સ્થળાંતર કર્યું હતું
- આ વર્ષે કામદારોને પૂરતું માર્ગદર્શન આપતા સ્થળાંતર અટક્યું
- કંપનીમાં જ જરૂરી દવા, ઉકાળા સહિતની સેવા પણ શરૂ કરવામાં આવી
વલસાડ :ગત વર્ષે કોરોના કહેરમાં લોકડાઉન લાગતા વાપી GIDCમાંથી મોટી સંખ્યામાં કામદારોએ સ્થળાંતર કર્યું હતું. જોકે, આ વખતે ઉદ્યોગકારોએ અને વહીવટીતંત્રએ કામદારોને પૂરતું માર્ગદર્શન આપતા સ્થળાંતર અટક્યું છે. એ ઉપરાંત ઉદ્યોગકારો અને કામદારોએ ખાસ 8 નિયમો બનાવી તેના પાલન સાથે કોરોનાને હરાવવા બાથ ભીડી છે.
ઉદ્યોગકારોએ 8 નિયમોને અમલમાં મુક્યા એકવાર કોરોનાને હરાવવા ઉદ્યોગકારો સજ્જ બન્યા
જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વાપી GIDCમાં કોરોનાને લઈને કેવી પરિસ્થિતિ છે. તે અંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, ગત વર્ષે ઉદ્યોગકારોએ એકબીજાના સહકારથી કોરોના સામે વિજય મેળવ્યો હતો. તે જ રીતે ફરી એકવાર કોરોનાને હરાવવા ઉદ્યોગકારો સજ્જ બન્યા છે.
આ પણ વાંચો : વાપી GIDCમાં કેમિકલ કંપનીમાં લાગી આગ
વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગકારોએ મિટિંગ યોજી જરૂરી સૂચનો મેળવ્યા
વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગકારોએ મિટિંગ યોજી જરૂરી સૂચનો મેળવ્યા હતા. તે આધારે ઉદ્યોગોમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં તમામ ઉદ્યોગકારોએ 50% કામદારોના સ્ટાફ સાથે ઉદ્યોગો ચાલુ રાખવા, ઉદ્યોગોમાં આવતા દરેક કામદારે ફરજિયાત સેનેટાઇઝ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું એ ઉપરાંત દરરોજ કામદારોનું અને મુલાકાતીઓનું રજીસ્ટ્રર મેઇન્ટેન કરવું, થર્મલ gun વડે તાપમાન ચેક કરવું, કામદારો જો કોરોના સંક્રમણનો ભોગ બને તો સારવારમાં કોઈ તકલીફ ના પડે તે માટે મેડિક્લેમ સહિતની સુવિધા પૂરી પાડવી જેવા આઠ નિયમો સાથે સાવચેત બની ઉદ્યોગોમાં કામદારો કોરોના સામેનો આ જંગ લડી રહ્યા છે.
આ પણ વાંચો : વાપીમાં GPCB એ ગત વર્ષે 55 કંપનીને ક્લોઝર, 119ને શૉકોઝ, 36ને નોટિસ ઓફ ડાયરેકશન ફટકાર્યું
કામદારો સાથે ઉદ્યોગકારો સતત કાઉન્સેલિંગ કરી રહ્યા હોવાનું જણાવ્યું
જિલ્લામાં આ વખતે કામદારોનું સ્થળાંતર પણ થયું નથી. જો રાજ્યમાં આંશિક લોકડાઉન લાગે તો શું કરવું તે માટે પણ દરેક ઉદ્યોગોના કામદારોને પૂરતી સમજણ આપવામાં આવી છે. એ ઉપરાંત કંપનીમાં જ જરૂરી દવા, ઉકાળા સહિતની સેવા પણ શરૂ કરવામાં આવી છે. કામદારો સાથે ઉદ્યોગકારો સતત કાઉન્સેલિંગ કરી રહ્યા હોવાનું પણ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું.
ઉદ્યોગકારોએ 8 નિયમોને અમલમાં મુક્યા કોરોના કહેરમાં મોટી સંખ્યામાં કામદારોએ વતન વાપસી કરીગત વર્ષે કોરોના કહેરમાં મોટી સંખ્યામાં કામદારોએ વતન વાપસી કરી હતી. જેની માઠી અસર ઉદ્યોગોના પ્રોડક્શન પર પડી હતી. જ્યારે આ વખતે સમયસરના આયોજનને કારણે કામદારોની વતન વાપસી અટકી છે અને કોરોના સામેના આ જંગમાં પૂરતી સાવચેતી રાખી ઉદ્યોગોને ધમધમતા રાખ્યા છે.