ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુરમાં દૂધ ભરેલો ટેમ્પો બ્રીજ પરથી ખાબક્યો, ડ્રાઇવર ઇજાગ્રસ્ત - Dhrampur latest incident

વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ તાલુકામાં મુખ્ય માર્ગો પર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે 30 જૂનના રોજ ધરમપુરના આંબા તલાટ ગામમાં દૂધના કેન ભરીને જતા એક આઈસર ટેમ્પો નાના બ્રિજ પરથી નીચે ખાબક્યો હતો. જો કે, આ ઘટનામાં ચાલકને નાની-મોટી ઈજાઓ થતા તેનો બચાવ થયો હતો.

ધરમપુરમાં દૂધ ભરીને જતો ટેમ્પો નાળામાં ખાબકતા ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો
ધરમપુરમાં દૂધ ભરીને જતો ટેમ્પો નાળામાં ખાબકતા ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો

By

Published : Jul 1, 2020, 7:01 PM IST

વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામમાં સાવરમાળ ફળિયા નજીક પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા ટેમ્પો નંબર HJ 15AT 5761ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો નાના બ્રિજ પરથી સીધો નીચે નાળામાં ખાબકી ગયો હતો. ટેમ્પામાં ભરેલા દૂધના કેન પણ ટેમ્પાની નીચે દબાઈ ગયા હતા. જેને બહાર કાઢવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનામાં ટેમ્પો ચાલકને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ટેમ્પો દૂધના કેન સાથે વિવિધ ડેરીમાં દૂધ એકત્ર કરીને આલિપુર ખાતે આવેલી વસુધારા ડેરીમાં જતો હતો ત્યારે, આ ઘટના બની હતી.

અચાનક બનેલી આ ઘટનાને પગલે માર્ગ પરથી જનારા અનેક વાહનચાલકો બ્રિજ પર એકત્ર થઇ ગયા હતા અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ટેમ્પાચાલકને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ટેમ્પાની નીચે દબાયેલા દૂધના કેન અને ટેમ્પાને સીધો કરી બહાર કાઢવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, અંતરિયાળ વિસ્તારમાં કેટલાક માર્ગો પર પીડબલ્યુડી દ્વારા યોગ્ય સ્થાનો પર સાઈન બોર્ડ ન મૂકવાને કારણે અનેક વાર અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે.

ABOUT THE AUTHOR

...view details