ગુજરાત

gujarat

ETV Bharat / state

Snake Bite Patients : 13 રાજ્યોમાં સર્પદંશનો ભોગ બનેલા દર્દીને અપાય છે સારવારનો ખર્ચ, ગુજરાતમાં કેમ નહિ ? - સર્પદંશના દર્દીને રાજ્ય સરકારની સહાય

ગુજરાત બહાર અન્ય 13 રાજ્યોમાં હિંસક પશુ કે સર્પદંશનો ભોગ (Snake Bite Patients) બનનાર વ્યક્તિને રાજ્યની સરકાર સારવાર અર્થે 50થી 1 લાખ રૂપિયાની સહાય (Assistance for Snake Bite Patient) આપવામાં આવે. જે યોજના ગુજરાત રાજ્યમાં પણ લાગુ કરવામાં આવે તે માટે નાણાં પ્રધાન કનુ દેસાઈ, વલસાડના પ્રભારી નરેશભાઈ પટેલ,અને પર્યાવરણ પ્રધાનને લેખિત રજુઆત કરવામાં આવી છે.

Snake Bite Patients : 13 રાજ્યોમાં સર્પદંશનો ભોગ બનેલા દર્દીને અપાય છે સારવારનો ખર્ચ ગુજરાતમાં કેમ નહિ ?
Snake Bite Patients : 13 રાજ્યોમાં સર્પદંશનો ભોગ બનેલા દર્દીને અપાય છે સારવારનો ખર્ચ ગુજરાતમાં કેમ નહિ ?

By

Published : Jan 29, 2022, 9:24 AM IST

વલસાડ : સમગ્ર ભારતભરમાં દર 5 સેકન્ડમાં 1 વ્યક્તિ સ્નેક બાઈટ ભોગ બને છે. સામાન્ય ખેડૂત કે આદિવાસી વ્યક્તિ જે માત્ર ખેતરમાં કામ કરતો હોય આવા વ્યક્તિ જ સર્પદંશનો ભોગ (Snake Bite Patients) બને છે. અને સારવાર માટેનો ખર્ચ પણ પોતે કાઢી શકે એમ નથી હોતો. ત્યારે આવા સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા પણ અન્ય રાજ્યોની જેમ સર્પદંશનો ભોગ બનેલાને આર્થિક સહાય યોજનાનો (Assistance for Snake Bite Patient) લાભ આપવો આવે જરૂરી બને છે.

ગુજરાત સરકાર આર્થિક મદદ કરે તે માટે પ્રધાનને રજુઆત કરી

13 રાજ્યોમાં સર્પદંશનો ભોગ બનેલા દર્દીને અપાય છે સારવારનો ખર્ચ ગુજરાતમાં કેમ નહિ ?

ધરમપુરમાં સર્પદંશ ની સારવાર માટે જાણીતા ડૉ. ધીરુ પટેલ દ્વારા તેમના જન્મદિને એક લોકસેવા માટે કરતા નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ પ્રધાન કનુ દેસાઈ, વલસાડના પ્રભારી પ્રધાન નરેશ પટેલ અને વન પર્યાવરણ પ્રધાનને લેખિતમાં પત્ર લખીને સર્પદંશ ની સારવાર લેનાર ગુજરાતના દર્દીઓને સરકાર વળતર આપે તેવી માંગ કરી છે. તેને કરેલી અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, ભારતના અન્ય 13 રાજ્યમાં રાજ્ય સરકાર દર્દીઓને સારવાર દરમિયાન 50 હજાર અને જો સારવાર દરમિયાન મૃત્યુ થાય તો 1 લાખનું (State Government Assistance to Snake Bite Patient) વળતર આપે છે. તો ગુજરાત સરકાર કેમ નહિ ?

આ પણ વાંચોઃ જામનગરમાં લાખોટા નેચર ક્લબના સભ્યએ એક સાથે ત્રણ "રૂપસુંદરી"નું રેસ્ક્યુ કર્યું

ગુજરાત સરકાર વળતર આપે તો ખેડૂતોને મહત્વની રાહત મળે

ખેતી કામ કરનારા અને લોકોની થાળી સુધી અન્ન પોહચતુ કરવા સતત ઝેરી સર્પ વચ્ચે રહીને ખેતી કરનારા અનેક ખેડૂતોને સરકાર સર્પદંશ વળતર જાહેર કરે તો મોટાભાગે ખેડૂતોને આર્થિક (Snake Bite Big Financial Help to Farmers) મદદ મળે એમ છે. ઉલ્લેખનીય છે કે ધરમપુર સાઈનાથ હોસ્પિટલના ડૉ. ધીરુ પટેલના નેજા હેઠળ ધરમપુરમાં સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના પણ કરવામાં આવી છે. જ્યાં ઝેરી સર્પ (Venomous Snakes) ઉપર સંશોધન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં સર્પ દંશ પર જાગૃતિ સેમિનાર યોજાયો

ABOUT THE AUTHOR

...view details