વલસાડ: સુરત રૂરલ સહિત દક્ષિણ ગુજરાતના રેન્જ IG રાજકુમાર પાંડિયન શુક્રવારે વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં, જેમાં IG પાંડિયને સૌ પ્રથમ વલસાડ ખાતે પોલીસ જવાનોની પરેડ નિહાળી જિલ્લા પોલીસવડા કચેરી ખાતે જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ સાથે કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરી જિલ્લાના વાપી સહિતના પોલીસ મથકની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન વાપી ટાઉન ખાતે પોલીસ અધિકારીઓ સાથે વિશેષ ચર્ચા કરી મીડિયા સાથેની વાતચીતમાં (Statement of IG Rajkumar Pandian) જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત રેન્જમાં આવતા 4 જિલ્લાની પોલીસે ઐતિહાસિક સફળતા મેળવી છે. વર્ષ 2016 બાદ વર્ષ 2021માં આ રેન્જમાં સમગ્ર દેશના અન્ય ક્ષેત્રની તુલનાએ 50 ટકા ક્રાઈમ રેટ (Lowest crime rate Gujarat) ઘટ્યો છે. વલસાડ, નવસારી, ડાંગ અને સુરત રૂરલ પોલીસે ટીમ વર્ક કરી ગુનાઓ ઉકેલી આ સફળતા મેળવી છે.
વલસાડ જિલ્લા સરહદે 31st પાર્ટીને ધ્યાને રાખી ખાસ ઝુંબેશ હાથ ધરાશે
IG રાજકુમાર પાંડિયને વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની સરહદને જોડતો જિલ્લો છે. એટલે અહીં દર વર્ષે 31st નાઈટ પાર્ટીમાં પ્રોહીબિશનના કેસ વધુ નોંધાય છે. જે માટે દર વર્ષે વિશેષ નાકાબંધી કરી પ્રોહીબિશન ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ આ ઝુંબેશ હાથ ધરાશે. જે માટે જિલ્લાની સરહદે ઉભી કરેલી કાયમી નાકાબંધી ઉપરાંત શિફ્ટિંગ નાકાબંધી રહેશે. જે એલિમિનેટર સરપ્રાઈઝ હશે. એ ઉપરાંત દારૂડીયાઓ પર કાર્યવાહી કરવા દમણ પોલીસ સાથે સંકલન સાધી કાર્યવાહી (crime rate in South Gujarat) કરવામાં આવશે.