ગુજરાત

gujarat

ETV Bharat / state

આદિવાસી વિસ્તારની સમસ્યાઓને દૂર કરવા પ્રયત્નશીલ રહીશઃ હેમંત કંસારા

ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લાના નવા પ્રમુખ પદ માટેના નામનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટે ચાર- પાંચ નામો સામે આવ્યા હતા. પરંતુ ભાજપના કાર્યાલયથી પ્રસિદ્ધ થયેલા એક લિસ્ટમાં વલસાડના પ્રમુખ તરીકે હેમંત કંસારાની વરણી કરવામાં આવી છે. હેમંત કંસારાનું નામ જાહેર થતાની સાથે ભાજપના કાર્યકરો અને તેમના સમર્થકો દ્વારા તેમના ઘરે પહોંચી તેમને શુભેચ્છા આપી હતી.

આદિવાસી વિસ્તારની સમસ્યાઓને દૂર કરવા પ્રયત્નશીલ રહીશઃ હેમંત કંસારા
આદિવાસી વિસ્તારની સમસ્યાઓને દૂર કરવા પ્રયત્નશીલ રહીશઃ હેમંત કંસારા

By

Published : Nov 9, 2020, 11:05 PM IST

  • વલસાડ જિલ્લામાં ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે હેમંત કંસારાના નામની જાહેરાત
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે નવા પ્રમુખનું લીસ્ટ જાહેર કરાયું
  • કાર્યકર્તાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવી

વલસાડઃ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના વિવિધ પદો ઉપર કામગીરી કરી ચૂકેલા હેમંત કંસારાની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સોમવારે પ્રદેશ કક્ષાએથી જિલ્લાના નવા પ્રમુખનું એક લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને આ લિસ્ટમાં વલસાડ જિલ્લામાં હેમંત કંસારાના નામની જાહેરાત કરવામાં આવી છે.

આદિવાસી વિસ્તારની સમસ્યાઓને દૂર કરવા પ્રયત્નશીલ રહીશઃ હેમંત કંસારા

કાર્યકર્તાઓએ મીઠું મોઢું કરવી શુભેચ્છા પાઠવી

હેમંત કંસારાના નામની જાહેરાત થતાની સાથે જ ધરમપુરમાં તેમના નિવાસ સ્થાને સમર્થકો, મિત્રવર્તુળ તેમ જ વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા તેમને શુભેચ્છા આપવામાં આવી હતી. તેમના નિવાસસ્થાને અનેક મિત્રો પહોંચી ગયા હતા અને તેમને મીઠું મોઢું કરાવી તેમને શુભેચ્છાઓ આપી હતી.

આદિવાસી વિસ્તારની સમસ્યાઓને દૂર કરવા પ્રયત્નશીલ રહીશઃ હેમંત કંસારા

આ પ્રસંગે ETV ભારત સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, ધરમપુરમાં સતત બીજી વખત જિલ્લા પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી છે. તેમજ ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પ્રમુખ તરીકેનો હોદ્દો આપ્યો હોય તેઓ તેમના વિશ્વાસ પણ ખરા ઉતરશે અને આગામી દિવસમાં દરેક કાર્યકર્તાઓ સાથે લઈ ચાલી બીજેપીનો વ્યાપ જિલ્લામાં વધે તે માટે સતત પ્રયત્નશીલ કરતો રહીશ. તેમજ આદિવાસી વિસ્તારના તમામ પ્રશ્નોને ઉચ્ચસ્તરે લઇ જઇને તેનું નિરાકરણ લાવવા પ્રયાસ કરીશ.

આદિવાસી વિસ્તારની સમસ્યાઓને દૂર કરવા પ્રયત્નશીલ રહીશઃ હેમંત કંસારા

પ્રમુખ પદ માટે હેંમત કંસારાના નામની જાહેરાત થતા ભાજપના કાર્યકરો તેમના નિવાસસ્થાને પહોંચ્યા

પ્રમુખ પદ માટે તેમના નામની જાહેરાત થતાની સાથે જ ધરમપુરની આસપાસમાં રહેતા તેના મિત્ર વર્તુળ તેમના સમર્થકો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમના નિવાસ્થાને પહોંચી તેમને હારતોરા કર્યા હતા અને મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details