વાપીમાં હ્યુન્ડાઇ કારના શો રૂમ ધરાવતા પિયુષ દેસાઈ અને તેમની ટીમે બેન્ક અધિકારીઓ, ગ્રાહકો સાથે ઉપસ્થિત રહી AURA કારનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે પિયુષ દેસાઈએ જણાવ્યું હતું કે, AURA મિડ સેગમેન્ટ વ્હીકલ છે. જેની સીધી સ્પર્ધા હોન્ડાની સ્વીફ્ટ ડિઝાયર અને અમેઝ સાથે છે. આ કારમાં સરકારના નિયમ મુજબ, યુરો 6 નોર્મ્સ હેઠળનું એન્જીન છે. જે યુરો 6 મોડેલની કંપનીની 2જી કાર છે. વાપીમાં તેનું બુકીંગ શરૂ થઈ ચૂક્યું છે અને 4 ગ્રાહકોએ બુકીંગ કર્યું છે.
આધુનિક સુવિધાથી સજ્જ હ્યુન્ડાઇની AURA કાર ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ - સ્વીફ્ટ ડિઝાયર
વાપી: ભારતીય બજારમાં ધૂમ મચાવવા કાર શોખીનો જેની રાહ જોતા હતાં તે હ્યુન્ડાઇ કંપનીની આધુનિક ફિચર્સ ધરાવતી AURA કાર લોન્ચ થઈ છે. વાપીમાં પણ ડિવાઇન મોટર્સ ખાતે કારનું કેક કાપી લોન્ચિંગ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, AURA ને હોન્ડાની સ્વીફ્ટ ડિઝાયર અને અમેઝને ટક્કર મારવા કંપનીએ મોર્કેટમાં ઉતારી છે. જે BS6 એન્જીનથી સજ્જ છે.
વાપી
કારની ડિઝાઇન અને અન્ય સુવિધાઓની વાત કરતા દેસાઈએ જણાવ્યું હતું કે, આ કારમાં અન્ય કારની સરખામણીએ 24 જેટલી નવતર સુવિધાઓ છે. જે ઇકોનોમી, S, SX અને SX ઓપશનલ સાથે પેટ્રોલ-ડીઝલ એન્જીન, સેફ્ટીની સુવિધા સાથે સજ્જ છે. કારમાં સ્માર્ટફોન વાયરલેસ ચાર્જર, રિવર્સ સેન્સર કેમેરા સહિતની 24 સુવિધાઓ છે.