- પરસ્ત્રી સાથે કઢંગી હાલતમાં પકડાયેલા પતિને પડ્યો માર
- હોટલ રૂમમાં પતિ, પત્ની ઔર વો ભેગા થતા થઈ બબાલ
- સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ
વલસાડ: જિલ્લાના ધરમપુર અને વલસાડ રોડ વચ્ચે આવેલી એક જાણીતી હોટલમાં 10 દિવસ પહેલા બનેલી એક ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હાલ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. મહત્વનું છે કે, આ કિસ્સામાં પતિ અન્ય સ્ત્રી સાથે હોટલના રૂમમાં કઢંગી હાલતમાં પત્ની અને પુત્રીએ ઝડપી પાડતા અજાણી સ્ત્રીને માર મારતો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેને લઇને સમગ્ર કિસ્સો હાલ પંથકમાં ખૂબ ચર્ચાનો વિષય બની રહ્યો છે.
હોટલ રૂમમાં પત્નીએ પતિને પરસ્ત્રી સાથે કઢંગી હાલતમાં પકડ્યો મહિલાને કપડા ફાડ્યા, વાળ ખેંચીને ઘસડીને માર માર્યો
જાણીતી હોટલમાં બનેલી ઘટનાએ હાલ ચર્ચા જગાવી છે. ત્યારે હોટલના રૂમમાં પતિ અન્ય મહિલા સાથે પહોંચ્યો હોવાની માહિતી પત્ની અને પુત્રીને મળતા તેઓ સ્થળ ઉપર પહોંચી જતા પતિને પરસ્ત્રી સાથે કઢંગી હાલતમાં ઝડપી લેતા પકડાયેલી મહિલાને વાળ પકડી ઘસડીને માર મારી કપડાં સુદ્ધા ફાડી નાંખ્યા હતા અને ખૂબ બરબરતાપૂર્વક માર માર્યો હતો.
ભોગ બનેલી મહિલા ફરિયાદ આપવા તૈયાર નથી: DySP
વાઇરલ થયેલા વીડિયો બાબતે પુષ્ટિ માટે વલસાડ DySP મનોજ સિંહ ચાવડા સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, આ ઘટના સામે આવી છે અને આ ઘટના 10 દિવસ પહેલાની હોવાનું તેમણે જણાવ્યું હતું, પરંતુ ભોગ બનેલી મહિલા કોઈ પણ ફરિયાદ આપવા તૈયાર નથી. પોલીસે મહિલાનો સંપર્ક પણ કર્યો હતો. જોકે, મહિલા ફરિયાદ આપવા તૈયાર ન હોવાથી કોઈ કાર્યવાહી થઈ શકી નથી.