- માલવણ ગામે પતિ અને પત્નીએ કરી આત્મહત્યા
- ઘરકંકાસને લઈ કરી આત્મહત્યા
- ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી
વલસાડઃ માલવણ ગામે રહેતા પ્રફુલ ભાઈના લગ્ન 5 વર્ષ પૂર્વે પ્રિયંકા સાથે થયા હતા. ત્યારે પ્રિયંકા અને પ્રફુલ વચ્ચે ઘરથી અલગ રહેવા બાબતે દરરોજ ઘર કંકાસ ચાલી રહ્યો હતો. જેથી સાંજે ઝઘડો વધુ ઉગ્ર સ્વરૂપ લેતા પ્રિયંકાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. જે બાબતે તેના પતિને જાણ થતા પતિએ પણ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
વલસાડના માલવણ ગામે પતિ અને પત્નીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા આ પણ વાંચોઃ એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ મળ્યા, સ્યૂસાઈડ નોટમાં આર્થિક તંગીનો કરાયો ઉલ્લેખ
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યાં
સમગ્ર ઘટના અંગે ગામના અગ્રણીઓ અને ઘર પરિવારના સભ્યોએ ડુંગરી પોલીસને જાણ કરતા ડુંગરી પોલીસનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી બન્નેના મૃતદેહને કબજે લઈ પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા હતા.
વલસાડના માલવણ ગામે પતિ અને પત્નીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા