કપરાડા તાલુકાના સરવરટાટી મુળગામ ફળિયામાં રહેતા ધર્માભાઈ માવજીભાઈ નાવતારા રવિવારે રાત્રી દરમ્યાન તેમનો નિત્યક્રમ પતાવીને પોતાના પરિવાર સાથે ઊંઘતા હતા. રાત્રીના અંદાજીત ૨ વગ્યાની આસપાસ તેમનું ઘર અચાનક ધડાકા ભેર તૂટી પડ્યું હતું. આ સમયે ઘરમાં તેમના પતની રામીબેન ,સાહિલ ભાઈ,રીનાબેન,ગણેશભાઈ તેમજ ૭ વર્ષની દીકરી અંજલિ પણ હતી.
ઘર તૂટી પડતા 7 વર્ષીય બાળકીનું મોત, 2 ઈજાગ્રસ્ત - house collapse
વલસાડ: જિલ્લાના કપરાડા તાલુકાના સરવરટાટી ગામે રાત્રી દરમ્યાન એક આદિવાસી પરિવારનું ઘર ધડાકાભેર તુટી પડતા ઘરમાં નિંદ્રા માણી રહેલા પરિવાર પૈકી ૭ વર્ષીય બાળકીનું ગંભીર ઈજાઓને પગલે મોત થયું છે. જયારે ૨ લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અચાનક બનેલી ઘટનામાં અંજલીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મકાનના કાટમાળમાં દબાઈ જતા તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું. ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘરના કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા. ઘટના બન્યા બાદ સવારે ૯ વગ્યા સુધી સરકારી તંત્રના એક પણ અધિકારીઓ ફરક્યા ન હતા.
અચાનક બનેલી ઘટનાને પગલે આદિવાસી પરિવાર બેઘર બની ગયો હતો. તેમની તમામ જમા પુંજી અને સમાન ઘરમાં જ દબાઈ જતા તેઓ માત્ર પેહરેલા કપડે જ રહી ગયા હતા. જેને મદદ અર્થે ગ્રામજનો તો આગળ આવ્યા જ સાથે કપરાડા તાલુકાના મોટાપોઢાં ગામની સ્વમીનારાયણ સંચાલિત સંસ્થાના વિજ્ઞાન સ્વામી અને વાપી સલવાવ સ્વામીનારાયણ સંસ્થાના કપિલ જીવન સ્વામીએ બેઘર બનેલા પરિવારની મુલાકાત લઇ તેમણે સાંત્વના આપી તેમનું ઘર બને તે માટે બનતી તમામ મદદ કરવા માટે ખાતરી આપી હતી. તેમજ અન્ય લોકોને પણ આ નીસહાય પરિવારને મદદ કરવા માટે હાકલ કરી હતી.