વલસાડ : વૈશ્વિક મહામારી કોરોનાને સમગ્ર વિશ્વમાં હાલ દરેક દેશ તેની સામે લડત ચલાવી રહ્યું છે. જેમાં ભારત પણ બાકાત રહ્યું નથી. વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6 જેટલા કેસો સામે આવ્યા છે. જે પૈકી ડુંગરીના એક હોમગાર્ડના જવાનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 14 દિવસ સુધી સતત તેની સારવાર ચાલ્યા બાદ આ યુવાને કોરોના જેવી બિમારીને હરાવી હતી.
કોરોનાને હરાવી હોસ્પિટલમાંથી રજા મળતા હોમગાર્ડના જવાન પર ફુલવર્ષા
વલસાડ જિલ્લામાં ડુંગરી ખાતે હોમગાર્ડના જવાનોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. આ 14 દિવસની સારવાર બાદ આ યુવાને કોરોનાની બિમારીને પરાજિત કરી છે. આજે આ યુવકનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ આ યુવાન જેવો બહાર નીકળ્યો તો તમામ વલસાડ જિલ્લાના પોલીસ સાથે આ યુવાનને ફૂલોની વર્ષા કરીને સ્વાગત કર્યું હતું.
રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા બાદ આ યુવકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે, એ યુવાનની આ હિંમત દાદને લઈને જ્યારે તેને રજા આપવામાં આવી ત્યારે હોસ્પિટલની બહાર આવતા જ વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટાફના જવાનોએ આ યુવક ઉપર ફૂલોની વર્ષા કરી તેનું સ્વાગત કર્યું હતું. જય ગુજરાત પોલીસના નારા પણ લગાવ્યા હતા.
મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં ધરમપુરમાં બે ડુંગરીમાં એક ઉમરગામમાં 1 અને ધરમપુરના 1નું સારવાર દરમિયાન સુરતમાં મોત થયું હતું. આમ કુલ કોરોના પોઝિટિવ દર્દીના 5 જેટલા કેસો નોંધાયા હતા. તો આજે બપોર બાદ વાપી નજીક આવેલા બલીઠામાં એક યુવાનનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.