- રાજવી સમયથી સમડી ચોક ખાતે હોળી દહનનો કાર્યક્રમ યોજાય છે
- હોળી પાંચમ સુધી ધરમપુરમાં વિવિધ ફળિયામાં અને કાર્યક્રમો યોજાય છે
- સને 1800ની આસપાસથી હોળી દહનનો કાર્યક્રમ સમડી ચોક ખાતે યોજાય છે
વલસાડ : રાજવી નગરી ધરમપુરમાં રાજાના સમયથી પરંપરાગત રીતે સંભાળી ચોક ખાતે હોલિકા દહન કાર્યક્રમ દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરા ઇ.સ. 1800ની આસપાસથી શરૂ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે પણ એક જગ્યા ઉપર લોકો હોળી દહન કરતા આવ્યા છે, ત્યારે રવિવારે હોળીના દિવસે મોડી સાંજે સમડી ચોક ખાતે સ્થાનિક લોકોએ એકત્ર થઇને પરંપરાગત વિધિ અનુસાર હોળી પ્રગટાવી હતી. જે બાદ અનેક મહિલાઓએ પરંપરાગત રીતે હોળી માતાની પૂજા કરી હતી. મહત્વનું છે કે, આસપાસના ગામના લોકો પણ અહીં પૂજન અર્થે આવે છે.
આ પણ વાંચો -વલસાડ જિલ્લા સહિત દમણ અને સેલવાસમાં કરાયું હોલિકા દહન
કોરોના સંક્રમણને કારણે લોકોની સંખ્યામાં ઘટાડો
વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર લોકો સ્વયંભૂ જ હવે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે રવિવારે ધરમપુરના સાંભળી ચોક ખાતે હોલિકા દહન માટે જ્યાં દર વર્ષે ભારે સંખ્યામાં ભીડ જોવા મળતી હતી, જે આ વર્ષે ખૂબ જૂજ પ્રમાણમાં લોકો હોલિકા દહન બાદ દર્શન કરવા માટે પણ પહોંચ્યા હતા. આમ આ વખતે કોરોના કાળમાં લોકો પોતે જ સમજી વિચારી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.