ગુજરાત

gujarat

ETV Bharat / state

Hindu Dharma Sammelan: વાપીમાં હિન્દુ ધર્મ સંમેલન યોજાયું, હિન્દુ જાગૃતિ માટે કરાયું આહવાન - Hindu Dharma Sammel in Vapi

વલસાડ જિલ્લાના વાપીમાં અખિલ ભારતીય સંત સમિતિ (Akhil Bharatiya Sant Samiti)ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના વલસાડ, વાપી અને ડાંગ આયોજિત વિરાટ હિન્દુ ધર્મ સંમેલન (Hindu Dharma Sammelan )અને દિક્ષાન્ત સમારોહ યોજાયો હતો. જેમાં નૌતમ સ્વામી સહિત ગુજરાતના 100 જેટલા સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં હિન્દૂ સેનાના પદાધિકારીઓ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

Hindu Dharma Sammelan: વાપીમાં ગુજરાતના સંતો દ્વારા હિન્દુ ધર્મ સંમેલન યોજાયું
Hindu Dharma Sammelan: વાપીમાં ગુજરાતના સંતો દ્વારા હિન્દુ ધર્મ સંમેલન યોજાયું

By

Published : Apr 18, 2022, 3:36 PM IST

વલસાડઃ વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ અજિનનગર ગ્રાઉન્ડમાં રવીવારે વિરાટ હિન્દુ ધર્મ સંમેલનનું આયોજન (Akhil Bharatiya Sant Samiti )કરવામાં આવ્યું હતું. વિરાટ હિન્દુ ધર્મ સંમેલનમાં વલસાડ, ડાંગથી મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને સંતોએ હિન્દુ જાગૃતિ માટે પ્રેરક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સંતોની તાજેતરની દરેક માંગણીઓનો ગુજરાત સરકારે સહર્ષ સ્વીકાર કર્યો હોવાનું જણાવ્યું હતુ.

હિન્દુ ધર્મ સંમેલન

હિન્દુ સેનાના પદાધિકારીઓ,કાર્યકરોને પત્ર એનાયત કર્યા -વલસાડ જિલ્લાના વાપીમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના વલસાડ, વાપી અને ડાંગ આયોજિતવિરાટ હિન્દુ ધર્મ સંમેલન (Hindu Dharma Sammelan )અને દિક્ષાન્ત સમારોહમાં નૌતમ સ્વામી સહિત ગુજરાતના અગ્રગણ્ય સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓના હસ્તે નવરચિત હિન્દુ સેનાના પદાધિકારીઓ-કાર્યકરોને પત્ર એનાયત કરી હિન્દુ જાગૃતિ માટે આહવાન કર્યું હતું.

ગુજરાતના 22 જિલ્લાઓમાં આ સમિતિ સક્રિય -વિરાટ હિન્દુ ધર્મ સભામાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રમુખ નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે આ સમિતિનો હેતુ ગૌરક્ષા, ગંગા રક્ષા, સંત રક્ષા, રાષ્ટ્રરક્ષાનું કાર્ય કરવાનો છે. ગુજરાતના 22 જિલ્લાઓમાં આ સમિતિ સક્રિય છે. ગુજરાતમાં જે રીતે VHP, RSSમાં યુવાનો આંદોલન રૂપે જોડાઈ રહ્યા છે તેવી જ રીતે હિન્દુ યુવાનોને જગાડવા અને હિન્દુ ધરોહરને જાળવી રાખવા હિન્દુ સેનાનું ગઠન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃCorona cases in Gujarat: સંત સંમેલન બન્યું સુપર સ્પ્રેડર, ધર્માંચાર્ય કાર્યક્રમ બાદ 40થી વધુ લોકો કોરોના સંક્રમિત

હિન્દુ રાષ્ટ્ર બોર્ડની રચના થાય એવી કોઈ માંગણી નથી -હાલમાં ભાજપ સરકારે ગૌશાળા, પાંજરાપોળ માટે 500 કરોડની જોગવાઈ કરી સંતોની માંગણીઓને પૂરી કરી છે. એ જ રીતે આવનારા દિવસોમાં પણ સંતોની તમામ માંગણી પૂરી કરવા સરકાર એક ખાતરી આપી છે. તેવું જણાવી નૌતમ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે જે રીતે મસ્જિદમાં વકફ બોર્ડ દ્વારા સંચાલન થાય છે તેની સામે મંદિરોમાં ટ્રસ્ટ કે સંતો દ્વારા તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેઓને ટેક્સમાં રાહત મળે, સરકાર અધિકૃત મંદિરો હિન્દુ સમિતિને સોંપે, સંતો, સમાજ દ્વારા તેનું સંચાલન થાય સરકારની તેમાં દખલગીરીના થાય તેવી રજૂઆત સરકાર સમક્ષ કરી છે. જોકે 'હિન્દુ રાષ્ટ્ર બોર્ડની રચના થવી જોઈએ કે નહીં તેવા સવાલના જવાબ સામે તેમણે જણાવ્યું હતું કે હાલમાં એવી કોઈ માંગણી નથી.

હિન્દુ રાષ્ટ્ર માટે હાલમાં નરેન્દ્ર મોદી બધું જાણે -જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે PM પાસે તેમની કોઈ જ માંગણી નથી મુઘલો અને અંગ્રેજોના શાસન દરમિયાન ગુજરાતએ અનેક વીર સપૂતો આપ્યા છે. હિન્દુ રાષ્ટ્ર માટે હાલમાં નરેન્દ્ર મોદી બધું જ જાણે છે અને તેઓ હિન્દુ રાષ્ટ્રના નિર્માણ માટે તલવારથી નહીં પરંતુ મતથી કામ લઇ રહ્યા છે. દેશ માટે અહલ્યાબાઈ, શિવાજી મહારાજ, રાણા પ્રતાપ જેવા મહાપુરુષોએ જે કામ કર્યું છે તેનાથી પણ એક ડગલું વધારે તલવારથી નહિ પણ મતો દ્વારા ડેમોક્રેટિક રીતે નરેન્દ્ર મોદી કામ લઇ રહ્યા છે.

આ પણ વાંચોઃMahila Sant Sammelan : 1971ના યુદ્ધમાં કચ્છની વીરાંગનાઓનું વિશેષ યોગદાન રહ્યું છે : PM મોદી

પાર્ટી સંતોના માર્ગદર્શન મુજબ નહીં ચાલે તો સત્તા પર રહી શકતી નથી -વિરાટ હિન્દુ ધર્મ સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહેલા ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે જણાવ્યું હતું કે નૌતમ સ્વામીએ યજ્ઞનો પ્રારંભ કર્યો છે તેમાં તેને સફળતા મળી છે હિન્દુ ધર્મના મહા સંગઠનોનો કાર્યક્રમ હોય એ કાર્યક્રમમાં હાજર રહેવું તેમની ફરજ છે. સંતોની વિવિધ માંગણી ભાજપ સરકારે સ્વીકારી છે ભાજપ સરકાર સંતોની સાથે છે. હાલના બજેટમાં પણ એ સંદર્ભે 500 કરોડની જોગવાઇ કરી છે. મંદિર પરિસરના ટેક્સ બાબતે પણ સંતોની માગણી મંજૂર કરી છે. કોઈપણ પોલિટિકલ પાર્ટી સંતોના માર્ગદર્શન મુજબ નહીં ચાલે તો સત્તા પર રહી શકતી નથી. મોદી સંતોને ખૂબ જ આદર આપે છે. આવનારા દિવસોમાં PM હાઉસમાં આમંત્રણ આપી સન્માન કરવાના છે.

ધર્મ પરિવર્તનમાં સંતોની મહેનતના કારણે ઓટ આવી -સી આર પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે મોદી સરકારે જ 370 અને 35A ની કલમ દૂર કરી અખંડ ભારતની સરદાર પટેલની કલ્પનાને સાકાર કરવાનું બીડું ઝડપ્યું છે. એક પણ ટીપું લોહીનું વહાવ્યા વિના કે એક પણ ગોળી ચલાવ્યા વિના આ કલમ રદ કરી છે. પાટીલે સંતોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે ડાંગ જેવા આદિવાસી ક્ષેત્રમાં ધર્મ પરિવર્તન માં સંતોની મહેનતના કારણે ઓટ આવી છે. ધર્મ પરિવર્તન કરી ચૂકેલા હિન્દુ પાછા હિન્દુ ધર્મમાં આવી રહ્યા છે તે માટે સંતોને વંદન કરી અભિનંદન પાઠવ્યા હતાં.

રામના નાદ બોલાવી ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી -ઉલ્લેખનીય છે કે, વાપી ખાતે આયોજિત વિરાટ હિન્દુ ધર્મ સંમેલનમાં વાપી અને ડાંગ સહિતના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભાસ્થળે રેલી સ્વરૂપે રામના નાદ બોલાવી ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. જેમને આમંત્રિત 100 જેટલા સંતો મહંતોએ ધર્મ જાગૃતનો સંદેશ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details