વલસાડ: ચીનના વુહાન શહેરથી શરૂ થઈને વિશ્વભરમાં ફેલાયેલી કોરોના જેવી ગંભીર બીમારીથી બચવા માટે વહીવટી તંત્ર આરોગ્ય વિભાગ દ્વારા દરેક લોકોને ઘરમાં રહી સુરક્ષિત રહેવા જણાવવામાં આવી રહ્યું છે. લોકોને ઘરની બહાર ન નીકળવા માટે વારંવાર સૂચિત કરવામાં આવી રહ્યા છે. તો સાથે સાથે લોકોને વિવિધ રીતે સુરક્ષિત રહેવા સૂચન મળે તે માટે બેનરો ફોટોગ્રાફ્સ વગેરે સોશિયલ મીડીયાના માધ્યમમાં મૂકવામાં આવી રહ્યા છે.
ધરમપુરની 6 માસની હેત્વીએ ફોટોગ્રાફ દ્વારા સમાજને મેસેજ આપ્યો
વૈશ્વિક મહામારી કોરોનાનો પ્રકોપ વધારે ફેલાયો છે. ત્યારે તેનાથી બચવા માટે દરેક લોકો વિવિધ પ્રકારે પોતાના મેસેજ સમાજમાં રજૂ કરી રહ્યા છે. ત્યારે આવા સમયમાં માત્ર 6 માસની એક નાનકડી દીકરી દ્વારા લોકોને ઘરમાં રહો, સુરક્ષિત રહો અને માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરો, જેવો મેસેજ એક ફોટો દ્વારા આપવામાં આવ્યો છે.
જે મુજબ ધરમપુર શહેરમાં રહેતા કુણાલભાઈ પંડ્યા દ્વારા તેમની 6 માસની દીકરી હેત્વી પંડ્યા સાથે કોરોનાથી બચવા મળે તે માટેના વિશેષ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં મૂક્યા છે. જેના દ્વારા લોકોને ઘરે રહો, સુરક્ષિત રહોનો મેસેજ આપવામાં આવ્યો છે. આ સાથે જ 5 ચીજો સેનિટાઈઝર, માસ્ક હેન્ડ ગ્લોઝ, સહિતની ચીજોનો ઉપયોગ કરવા માટેનો પણ મેસેજ એ ફોટો દ્વારા આપવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, હેત્વીના પિતા કુણાલભાઈ સરકારી વિભાગમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. એમના દ્વારા સારો મેસેજ બાળકી તરફથી સમાજના લોકોને મળે એવા હેતુથી આ બાળકીના ફોટા મુકવામાં આવ્યા છે.