વલસાડઃ જિલ્લામાં 28 માર્ચથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાશરૂ થઈ હી છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષા અંગે ચિંતા જોવા મળી રહી છે. તેવામાં આ મુશ્કેલીનું નિવારણ લાવવા અને વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર દૂર કરવા જિલ્લા શિક્ષણ વિભાગે આત્મવિશ્વાસ હેલ્પલાઈન ઝીરો પોઈન્ટ ઓ (Aatmavishvas helpline for board students) શરૂ કરી છે.
વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોની યાદી સાથે બૂકલેટ બહાર પાડવામાં આવી શિક્ષણ વિભાગે જેતે વિષયના તજજ્ઞો સાથે હેલ્પલાઈન આત્મવિશ્વાસ ઝીરો પોઈન્ટ (Aatmavishvas helpline for board students) શરૂ કર્યા છે. તેમાં પરીક્ષાર્થીને મૂંઝવતા પ્રશ્નો શિક્ષકોને હેલ્પલાઈન નંબરના માધ્યમથી પૂછી શકાશે. જોકે, અત્યારે સૌથી વધુ પૂછાયેલો અને કોમન પ્રશ્ન એ જ છે કે, ઘરે વાંચન કરતી વખતે વાંચેલું યાદ રહે છે, પરંતુ પરીક્ષા ખંડમાં પેપર હાથમાં આવતા જ વાંચેલું ભૂલી જવાય છે. તો તેના માટે શું કરવું? વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિને જાણીને તેમના પ્રશ્નોનો યોગ્ય જવાબ આપી તેમને પરીક્ષાનો આવ અને ડરથી દૂર રાખવા પ્રયાસ કરાય છે.
આ પણ વાંચો-GSEB Exam 2022: પાટણમાં 34,924 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે
વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોની યાદી સાથે બૂકલેટ બહાર પાડવામાં આવી - વલસાડમાં 51,433 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા (Aatmavishvas helpline for board students) આપશે. કોઈ પણ ડર અને ભય વગર વિદ્યાર્થીઓ મૂંઝવણ વિના પરીક્ષા આપી શકે તે માટે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે દર વર્ષની જેમ આ વર્ષે વિશેષ વિષયવાર હેલ્પલાઈન શરૂ (Helpline for Valsad Students) કરી છે. તેનું નામ આપવામાં આવ્યું છે. આત્મવિશ્વાસ helpline.in ઝીરો પોઈન્ટ ઓ. અહીં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો વિષયદીઠ નક્કી કરેલા શિક્ષકો જવાબો આપી વિદ્યાર્થીઓના માનસિક મૂંઝવણને દૂર કરશે. સાથે જ દર વખતે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા એક જેવા પ્રશ્નોની યાદી સાથે એક બૂકલેટ પણ બહાર પાડવામાં આવી છે. તેમાં વિદ્યાર્થીઓને સાંકળી લઈ દરેક પ્રશ્નોના ઉત્તરો તેની અંદર મૂકવામાં આવ્યા છે, જેથી પરીક્ષાનો ડર સતાવતો ડર વિદ્યાર્થીઓનો દૂર થઈ શકે.
આ પણ વાંચો-BOARD EXAM 2022: ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓમાં લખવાની ટેવ છૂટી વારંમવાર મોબાઈલ જોવાની ટેવ પડી
હેલ્પલાઈનમાં દરરોજ 10 જેટલા કોલ આવે છે - વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે શરૂ કરેલી આત્મવિશ્વાસ હેલ્પ લાઈન પર દરરોજ 10 જેટલા કોલ વિષયદીઠ શિક્ષકોને આવી રહ્યા છે. તેમાં મોટા ભાગે આવતા ધોરણ 10ના વિદ્યાર્થીઓના કોલ છે. તેમને પરીક્ષાનો ડર સતાવી રહ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓ માનસિક રીતે પરીક્ષાના ડરથી ડરી ગયેલા જણાઈ આવે છે અને એ તમામના પ્રશ્નોના જવાબો તજજ્ઞ શિક્ષકો દ્વારા આપવામાં આવી રહ્યા છે. સાથે જ તેમનો ડર દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વધુમાં દરેક વિદ્યાર્થીઓના માતાપિતા દ્વારા પરીક્ષાના એક અઠવાડિયા આગળ સકારાત્મક વાતાવરણ પૂરું પાડે એ જરૂરી છે.
ઓનલાઈન શિક્ષણની અસર વિદ્યાર્થીઓ પર જોવા મળી - કોરોના કાળ સમયે શિક્ષણ વિભાગે ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું હતું. તેની સીધી અસર ધીમે ધીમે વિદ્યાર્થીઓ પર વર્તાઈ રહી છે. ધોરણ- 10ની પરીક્ષા આપનારા અને 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓના હેલ્પલાઈન (Helpline for Valsad Students) ઉપર પૂછવામાં આવેલા પ્રશ્નોના અંતર્ગત એવું જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થીઓને હવે પ્રશ્નપત્રો લખવાની આળસ આવી રહી છે. તેમનું કહેવું છે કે, તેઓ લેખિતમાં પરીક્ષા આપે એના કરતાં મૌખિક સવાલોથી પરીક્ષા લેવામાં આવે તો કેટલું સારું. જે ઓનલાઇન શિક્ષણની અસર હોવાનું બહાર આવી રહ્યું છે. એટલે કે, વિદ્યાર્થીઓ ફિઝિકલી રીતે પરીક્ષા આપવા માટે કંટાળો કરી રહ્યા છે.
જિલ્લામાં 54 કેન્દ્ર પર લેવાશે પરીક્ષા - જિલ્લામાં કુલ 54 કેન્દ્રો ઉપરથી 156 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાશે. અહીં 1,760 બ્લોકમાં 51 433 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જોકે, તે માટેની સંપૂર્ણ તૈયારી શિક્ષણ વિભાગે કરી છે. અહીં કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે. 58 ઝોનલ કચેરી સ્ટાફ નિમવામાં આવ્યા છે. 164 સરકારી પ્રતિનિધિઓની મૂકવામાં આવ્યા છે. 156 સ્થળ સંચાલકો કામગીરી બજાવશે. જ્યારે 2,591 કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરીમાં જોડાયા છે.