સતત પડી રહેલા વરસાદને પગલે વલસાડ શહેરના ધારાનગરમાં આવેલ સોસાયટીમાં પાણી ભરાયા હતા. જેને કારણે સ્થાનિકોને હાલાકી પડી હતી. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. વલસાડ શહેરમાં પણ દાણાબજાર છીપવાડ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
ભારે વરસાદના કારણે વલસાડના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું - Gujarati news
વલસાડ: ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે વહીવટી તંત્ર જ્યાં સાબદુ બન્યું છે. મોડી રાત્રીથી પડતા વરસાદને પગલે વલસાડ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસ્યા છે. જેને પગલે કલેકટર દ્વારા મોડી રાત્રે કેટલાક વિસ્તારોની વિઝીટ કરીને સ્થિતી વિશે માહિતી મેળવી હતી.

valsad heavy rain
નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા કલેક્ટરે અડધી રાત્રે સ્થળની મુલાકતા લીધી
વલસાડ શહેરમાં આવેલ ધારાનગરની સોસાયટીમાં વરસાદી પાણી લોકોના ઘરના ગેટ સુધી પોહોંચી ગયા હતા. જેને પગલે લોકોએ ડરના માર્યે આખી રાત જાગીને રાત વિતાવવાનો વારો આવ્યો હતો. જોકે વરસાદ મોડી રાત્રે તેનું જોર ઓછું થતા વહીવટી તંત્રએ હાશકારો લીધો હતો. નોંધનીય છે કે, વરસાદને પગલે વલસાડ શહેરમાંથી નીકળીને ઔરંગા નદી પર બનેલા બે બ્રિજ ઉપરથી પાણી વહેવાની દહેશતને પગલે બ્રિજ હાલ આવાગમન માટે બંધ કરવામાં આવ્યા છે.