મુશળધાર વરસાદને પગલે 12 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં 8 ઈંચ જેટલો નોંધાયો હતો. જેને પગલે અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. કપરાડા તાલુકાના કરચોન્ડ ગામેથી વહેતી તુલસી નદીમાં ઘોડાપુર આવતા વરસાદી પાણી નદીની આસપાસમાં આવેલા અને ખેતરોમાં ફરી વળ્યું હતું.
કપરાડાના કરચોન્ડનો બ્રિજ ડૂબ્યો, 2 ગામ સંપર્ક વિહોણા
વલસાડ : કપરાડા તાલુકાના કરચોડ ગામેથી વહેતી તુલસી નદીમાં આજે ઘોડાપુર આવતા બંને કાંઠે વહી હતી. જેને પગલે નદી ઉપર બનાવવામાં આવેલા બ્રિજ પરથી પાણી ફરી વળતા કેતકી અને ઉમલી ગામનો સંપર્ક કપાયો હતો. બ્રિજ ડૂબી જતાં બંને ગામમાં લોકો વચ્ચેનો સંપર્ક કપાયો હતો.
કપરાડાના કરચોન્ડનો બ્રિજ ડૂબ્યો, 2 ગામ સંપર્ક વિહોણા
તો બીજી તરફ નદી પર બનાવવામાં આવેલો મુખ્યમાર્ગો બ્રિજ નદીના પાણીમાં ડૂબી જતા કેતકી અને ઉમલી ગામ વચ્ચેનો સંપર્ક કપાયો હતો.
તુલસી નદીમાં આવેલા ઘોડાપૂરને પગલે આ બ્રિજ ડૂબી જતા બંને ગામ વચ્ચેનો સંપર્ક કપાયો હતો. વહેલી સવારથી ડૂબી ગયેલો બ્રિજ અંદાજે પાંચ થી છ કલાક જેટલો આ બ્રિજ નદીના પાણીમાં ડૂબેલો રહ્યો હતો. જેને પગલે વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. જેની સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.