- વલસાડ જિલ્લાના વાપી ઉમરગામમાં ભારે વરસાદ
- 4 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો
- નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
વાપી : વલસાડ જિલ્લામાં મંગળવારે 4 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે ટાઉન વિસ્તારમાં અને મહારાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગો પર ઘૂંટણ સુધીના પાણી ફરી વળતા રસ્તાઓ પરની અવરજવર બંધ થઈ હતી. ઉમરગામ તાલુકામાં સવારના 8 થી 10 વાગ્યા સુધીમાં 128mm વરસાદ વરસ્યો હતો. ઉમરગામમાં એ સાથે સિઝનનો કુલ વરસાદ 56ઇંચ થયો છે. મંગળવારે વરસેલા ભારે વરસાદમાં ઠેરઠેર પાણી ભરાયા હતાં.
ઉમરગામમાં સિઝનનો 56 ઇંચ જ્યારે વાપીમાં 58 ઇંચ વરસાદ નોંધાયો
ઉમરગામ સાથે વાપીમાં પણ સવારના 8 થી 10 વાગ્યા દરમ્યાન 106mm વરસાદ વરસતા વાપીમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. ભારે વરસાદને કારણે હાઇવે પર વાહનોની ગતિ ઘટી હતી. વાપીમાં સિઝનનો સરેરાશ 58 ઇંચ વરસાદ નોંધાયો છે.
દમણમાં પણ 5 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત
વાપી-ઉમરગામની સાથે સંઘપ્રદેશ દમણમાં અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે દમણમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સેલવાસમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સેલવાસના કુલ સીઝનના વરસાદની વાત કરીએ તો સેલવાસમાં 56 ઇંચ અને ખાનવેલમાં 66 ઇંચ વરસાદ સાથે સિઝનનો સરેરાશ 61 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દમણમાં સિઝનનો 63 ઇંચ વરસાદ નોંધાયો છે. Conclusion:મધુબન ડેમનું લેવલ 76.85 મીટર
વલસાડ જિલ્લા કન્ટ્રોલ રૂમ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ કન્ટ્રોલ રૂમ તરફથી મળેલી વિગતો મુજબ મધુબન ડેમમાં પણ પાણીની આવક થઈ છે. હાલ ડેમનું લેવલ 76.85 મીટર છે. 5333 ક્યુસેક નવા નીરની આવક થઈ રહી છે અને 996 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તાલુકા મુજબ સિઝનનો વરસાદ જોઈએ તો વલસાડ તાલુકામાં 50 ઇંચ, પારડી તાલુકામાં પણ 50 ઇંચ, કપરાડા તાલુકામાં 67 ઇંચ અને ધરમપુર તાલુકામાં 56 ઇંચ સિઝનનો કુલ વરસાદ નોંધાયો છે. સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની રીએન્ટ્રીએ ધરતીપુત્રોને ખુશખુશાલ કર્યા છે. જ્યારે શહેરી વિસ્તારમાં પાણી ભરાવાના બનાવોએ મુશ્કેલી સર્જી છે.
આ પણ વાંચોઃ છોટા ઉદેપુર જિલ્લામાં મધ્ય રાત્રિએ કડાકા ભડાકા સાથે વરસાદ
વલસાડ જિલ્લાના ઉમરગામ-વાપીમાં ભારે વરસાદ 4 કલાકમાં ખાબક્યો 5 ઇંચ વરસાદ - ચોમાસુ
હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં મેઘરાજાએ ધમાકેદાર રીએન્ટ્રી કરી છે. મંગળવારે આ સમગ્ર વિસ્તારમાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાવાના બનાવો બન્યા હતાં. વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ-વાપીમાં ભારે વરસાદ 4 કલાકમાં ખાબક્યો 5 ઇંચ વરસાદ