ગુજરાત

gujarat

ETV Bharat / state

1 વર્ષમાં 170 હાર્ટ સર્જરી કરવા બદલા વાપીના ડૉ. કલ્પેશ મલિકને મળ્યો આઈકોનીક યર એવોર્ડ - એલ. જી. રોટરી હોસ્પિટલ

વાપી: શહેરમાં હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલના ડૉ.કલ્પેશ મલિકે 1 વર્ષમાં 170 સફળ હાર્ટ સર્જરી કરી છે. જે બદલ તેમને આઇકોનીક યર એવોર્ડ પ્રાપ્ત થયો છે.

ghjk

By

Published : Oct 21, 2019, 7:37 PM IST

વાપી અને દક્ષિણ ગુજરાતમાં જાણીતી હરીયા એલ.જી. હોસ્પિટલમાં કાર્ડિયોવાસ્ક્યુલર અને થોરાસીસ સર્જન ડૉક્ટર કલ્પેશ મલિકને 'ઇન્ડિયન આઈકોન ઓફ ધ યર 2019 એવોર્ડ' સમારંભમાં 'કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન ઓફ ધિ યર 2019'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. કલ્પેશ મલિક કાર્ડિયાક સર્જરી ક્ષેત્રે 22 વર્ષથી વધારેનો અનુભવ ધરાવે છે. જેમાં તેમણે 8,700 થી વધારે ઓપન હાર્ટ સર્જરી કરેલી છે.

2018 માં મે મહિનામાં હરિયા એલ.જી.હોસ્પિટલમાં જોડાયા બાદ ડૉ કલ્પેશ મલિકે 170 થી વધુ કાર્ડિયો વાસ્ક્યુલર સફળ સર્જરી કરી છે. જેમાં 40 ટકાથી વધારે બાળકોની સર્જરીઓ છે. તેમણે હરિયા હોસ્પિટલમાં ઘણા પ્રકારની વાસ્ક્યુલર સર્જરીઓ પણ કરી છે. જેમાંથી અમુક સર્જરીઓ ભારતની ટોચની હોસ્પિટલોમાં પણ થઈ શકતી નથી. ગુજરાતી સર્વપ્રથમ સજાગ બાયપાસ સર્જરી પણ ડૉક્ટર કલ્પેશ દ્વારા કરવામાં આવી છે. જે ભારતભરમાં પણ ફક્ત બે વાર થઈ છે.

1 વર્ષમાં 170 હાર્ટ સર્જરી કરવા બદલા વાપીના ડૉ. કલ્પેશ મલિકને મળ્યો આઈકોનીક યર એવોર્ડ

ડૉ. કલ્પેશ મલિકે વાપીમાં જ બિહાર, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના દમણ, દાદરા નગર હવેલી જેવા સંઘપ્રદેશોના બાળકોના અને મોટેરાઓના હૃદયની ખામીઓના સફળ ઓપરેશન કર્યા છે. જેના થકી વાપીનું નામ સમગ્ર દેશમાં ગુંજતું કર્યું છે. હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની તેમની ઈચ્છા પૂરી કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વાપીનું નામ રોશન કરવા જઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details