ગુજરાતના પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડો. ધવલ નાયકએ જણાવ્યું હતું કે, તેઓ વલસાડના વતની છે અને અભ્યાસ પણ વલસાડમાં કર્યો છે. તેમનું સ્વપ્ન હતું કે, વલસાડમાં પણ હૃદયની બીમારીઓને લગતી સુવિધા ઉપલબ્ધ થાય, અને આ સ્વપ્ન પણ પૂર્ણ થયું છે. સિમ્સ હોસ્પિટલ એ ભારતની એવી હોસ્પિટલ પૈકીની એક છે, જેની પાસે JCI (જોઈન્ટ કમિશન ઇન્ટરનેશનલ)નું લાયસન્સ છે. તેમજ તે અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજી સાથે સંલગ્ન છે.
ગુજરાતની SIMS હોસ્પિટલના હાર્ટ સર્જરી વિભાગનું વલસાડની અમિત હોસ્પિટલ સાથે થયું જોડાણ - New AIMS
વલસાડઃ હાર્ટ સંબંધિત બીમારીઓ માટે વલસાડના લોકોને અત્યાર સુધી મુંબઈ, સુરત અથવા અમદાવાદ જવું પડતું હતું. હવે વલસાડમાં જ વૈશ્વિક સ્તરની સુવિધાઓ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ ગુજરાત જ નહીં પણ ભારતની પ્રસિદ્ધ સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી ડિપાર્ટમેન્ટની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી વિભાગનું વલસાડની અમિત હોસ્પિટલ સાથે જોડાણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલ ગુજરાતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતી એકમાત્ર હોસ્પિટલ છે, જ્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સાથે આર્ટિફિશિયલ હાર્ટ સર્જરી, કી હોલ કાર્ડિયાક સર્જરીઓ થાય છે. હવે વલસાડની અમિત હોસ્પિટલ સાથે સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી ડિપાર્ટમેન્ટનું જોડાણ થતા વલસાડની જનતાને પણ સિમ્સ હોસ્પિટલના હાર્ટ સર્જરી વિભાગના નિપુણ અને નિષ્ણાત તબીબોની સેવા સાથે વૈશ્વિક સ્તરની સુવિધાઓનો લાભ મળી શકશે. અમિત હોસ્પિટલના સિનિયર ફિઝીશીયન ડો. સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં દક્ષિણ ગુજરાતની જનતાને વલસાડમાં જ વૈશ્વિક સ્તરનું અને સિમ્સ જેવું હાર્ટ સેન્ટર ઊભું થાય તેવું તેમનું લક્ષ્ય છે.
અમિત હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. સુનીલ વર્માએ જણાવ્યું હતું કે, સિમ્સ હોસ્પિટલ અને અમિત હોસ્પિટલના જોડાણ સાથે હવે વલસાડની જનતા માટે અનેક કાર્યક્રમો પણ અવિરત થતા રહેશે. ખાસ કરીને હોસ્પિટલ દ્વારા હાર્ટ સંબંધિત બીમારીઓની જાણકારી અને નિદાન માટેનું માર્ગદર્શન મળી રહે તે માટે સમયાંતરે શિબિરોનું આયોજન કરવામાં આવશે. પ્રજામાં અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાના કાર્યક્રમો સાથે વૈશ્વિક સ્તરે હાર્ટ સંબંધિત બીમારીઓ અને સારવારમાં વપરાતી જ આધુનિક ટેકનોલોજી વિશે વલસાડની જનતા માહિતગાર રહે તે માટેના સેમિનારોનું પણ આયોજન કરવામાં આવશે.