- વલસાડમાં અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ પગલા
- NH 48 વાઘલધરા ખાતે પ્રવેશતા લોકોનું કરાઇ રહ્યું છે સ્ક્રિનિંગ
- જિલ્લામાં કોરોના કેસનો આંકડો 1,250 પર, 9ના મોત
વલસાડ હાઇવે ઉપર આરોગ્ય વિભાગની ટિમ સતર્ક, જિલ્લામાં પ્રવેશતા લોકોનું કરાઈ રહ્યુ છે સ્ક્રીનીંગ - valsad rural
ગુજરાતના મોટા શહેરોમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખી વલસાડ જિલ્લામાં સંક્રમણ ન ફેલાય અને બહારથી આવતા લોકો સંક્રમણ લઈને જિલ્લામાં ન પ્રવેશે તેવા હેતુથી આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની છે. જિલ્લાના પ્રવેશદ્વાર નેશનલ હાઇવે નંબર 48 વઘલધરા ખાતે એક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. અહીં જિલ્લામાં પ્રવેશતા દરેક વાહનોમાં આવતા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સ્ક્રીનિંગ બાદ જરૂર જણાય તો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવે છે.
વલસાડઃ ગુજરાતના મોટા શહેરોમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખી જિલ્લામાં સંક્રમણ ન ફેલાય અને બહારથી આવતા લોકો સંક્રમણ લઈને જિલ્લામાં ન પ્રવેશે તેવા હેતુથી આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની છે. જિલ્લાના પ્રવેશદ્વાર નેશનલ હાઇવે નંબર 48 વઘલધરા ખાતે એક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. અહીં જિલ્લામાં પ્રવેશતા દરેક વાહનોમાં આવતા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સ્ક્રીનિંગ બાદ જરૂર જણાય તો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવે છે.
જિલ્લામાં કોરોના કેસનો આંકડો 1,250 પર
જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 9 દર્દીઓના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 1 હજાર 250 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 1 હજાર 87 લોકોએ કોરોનાને હરાવી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જિલ્લામાં અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ પગલા લેવાયા
જિલ્લામાં covid-19 સંક્રમણ ન ફેલાય એવા હેતુથી આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની છે. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં સ્ક્રીનિંગ કરવા માટે વિશેષ ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં દરેક જગ્યા ઉપર સ્ક્રિનિંગ તેમજ રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રેપિડ ટેસ્ટમાં કોઈ પોઝિટિવ જણાય તો તેવા લોકોને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે.