વલસાડઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામમાં રાયણીવાળા દાદા તરીકે પ્રખ્યાત હનુમાન મંદિરના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. એક સમયે 40 હજાર ભક્તો જ્યાં મહાપ્રસાદ લેતા હતા, શીશ જુકાવતા હતા તે 400 વર્ષ જુના કલગામ હનુમાન મંદિરે કોરોનાના સોશિઅલ ડિસ્ટન્સને કારણે 40 લોકો પણ ભેગા નથી થયા.
40 હજાર ભક્તોનો જ્યાં મહાપ્રસાદ બનતો હતો આજે ત્યાં 40 લોકો પણ ભેગા નથી થયા
દર વર્ષે ધામધૂમપૂર્વક સમગ્ર દેશમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લૉકડાઉન છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામમાં રાયણીવાળા દાદા તરીકે પ્રખ્યાત હનુમાન મંદિરના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે.
40 હજાર ભક્તોનો જ્યાં મહાપ્રસાદ બનતો હતો આજે ત્યાં 40 લોકો પણ નથી
દેશમાં કોરોના સંક્રમણને તોડવા લૉકડાઉન અમલી બનાવ્યું છે. મંદિરોમાં પણ ભક્તોને ભીડ નહિ કરવાનું ફરમાન જાહેર કર્યું છે. જેને લઈને હનુમાન જયંતીના પર્વ દરમ્યાન પ્રસિદ્ધ કલગામ હનુમાન મંદિરના ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે ચાર વાગ્યે હનુમાન મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ મુજબ મંદિરના પૂજારીઓ દ્વારા હોમ હવન, યજ્ઞ અને આરતી કરવામાં આવી હતી અને સમગ્ર દેશ કોરોના જેવી મહામારીના સંકટમાંથી બહાર નીકળે એવી હનુમાનજીને પ્રાર્થના કરી હતી.