ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં અડધો ઇંચ વરસાદ વરસતા લોકોમાં આનંદની હેલી

વલસાડ જિલ્લામાં ધીરે-ધીરે વરસાદી માહોલ જામતો જાય છે. દરરોજ ધીમીધારે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. રવિવારે વહેલી સવારે 9 mm વરસાદ વરસતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હતું.

Half an inch of rain
વાપીમાં અડધો ઇંચ વરસાદ

By

Published : Jun 7, 2020, 12:56 PM IST

વાપી: રવિવારે સતત ત્રીજા દિવસે પણ વલસાડમાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. અસહ્ય ગરમીમાં છુટાછવાયા ઝાપટાં વરસતા લોકોમાં આનંદની હેલી છવાઈ છે. રવિવારે સવારે વાપીમાં 9 mm વરસાદ વરસ્યો હતો. જ્યારે વલસાડમાં 2 mm વરસાદ કન્ટ્રોલ રૂમમાં નોંધાયો હતો.

વાપીમાં અડધો ઇંચ વરસાદ વરસતા લોકોમાં આનંદની હેલી
જિલ્લામાં એ સાથે કુલ વરસાદની વાત કરીએ તો કપરાડા તાલુકામાં સૌથી વધુ 93 mm વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે ધરમપુરમાં 78 mm, ઉમરગામમાં 42 mm, વલસાડમાં 28 mm, વાપીમાં 43 mm અને પારડીમાં 03 mm વરસાદ નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે, અસહ્ય ગરમી બાદ હજુ ચોમાસુ સક્રિય થયું નથી. પરંતુ નિસર્ગની અસર હેઠળ વાતાવરણમાં આવેલા પલટા બાદ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ અત્યાર સુધીમાં સેલવાસમાં 50.04 mm અને ખાનવેલમાં 63.8 mm વરસાદ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details