વલસાડ:વલસાડ જિલ્લામાં 4 દિવસથી રેડ એલર્ટ છે, ત્યારે વરસાદ ભારે પડી રહ્યો છે જેને પગલે નદીઓમાં ઘોડા પુર આવ્યા છે. શહેર નજીકથી પસાર થતી ઔરંગા નદી ભય જનક સપાટીથી વહી રહી છે. જેને પગલે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. જેમાં 300 લોકોને હાલ હેમખેમ જગ્યા ઉપર સ્થળાંતર કરવામાં આવ્યા છે.
Rain In Valsad : વલસાડ ઔરંગા નદીનું જળસ્તર વધતા લોકોને કરાયા સ્થળાંતરિત આ પણ વાંચો:ગુજરાતમાં તૂટી પડશે ચોમાસું, અંબાલાલની આગાહી
ઔરંગા નદીમાં આવ્યા પુર :ધરમપુરના ઉપરવાસના ગામોમાં ભારે વરસાદ થતાં ઔરંગા નદીમાં ઘોડા પુર આવ્યા છે. નદી બન્ને કાંઠે વહી રહી છે. નદીના કિનારે આવેલ વિસ્તારો કાશ્મીર નગર, બરૂડિયા વાડ જેવા વિસ્તારોમાં નદીના પાણી ઘરોમાં ઘુસી ગયા છે. જેને પગલે અનેક લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
Rain In Valsad : વલસાડ ઔરંગા નદીનું જળસ્તર વધતા લોકોને કરાયા સ્થળાંતરિત વલસાડ જિલ્લા કલકેટરએ આપી ટ્વીટ કરી માહિતી :ઔરંગા નદીમાં જળસ્તર વધવાને લઈને કલેકટરએ પ્રજાને ટ્વીટ કરી માહિતી આપીને લોકોને ચેતવ્યા છે . નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરી છે. જે અંગે સહયોગ આપવા પણ વિનંતી કરવામાં આવી છે.
ઔરંગા નદીની સપાટી 6 મીટર થી 8.55 મીટર પહોંચી :ઔરંગા નદી પર ખેરગામના ભૈરવી પાસે મેઘદૂત નામની એક સિસ્ટમ મુકવામાં આવી છે. જે નદીનું જળ સ્તર વધતા વલસાડ ડિઝાસ્ટરને જાણ કરી દે છે અને વધેલું જળ સ્તર વલસાડ શહેર સુધી પાણી પહોંચે એ પહેલાં જ લોકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. ઔરંગા નદીની સામાન્ય સપાટી 6 મીટરની છે. જે વધીને ભયજનક 8.55 મીટર પર પહોંચી છે. જેને લઈને અનેક નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘુસ્યા છે.
Rain In Valsad : વલસાડ ઔરંગા નદીનું જળસ્તર વધતા લોકોને કરાયા સ્થળાંતરિત 300 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા :ઔરંગા નદીના નજીકમાં આવેલ કેટલાક વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યાં હતા. નદીની સપાટી વધતા કાશ્મીર નગર, બરૂડિયા વાડ જેવા ક્ષેત્રમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા જેના કારણે લોકોના ઘરોમાં કમર સુધીના પાણી ઘુસી જતા લોકોને હાલાકી પડી રહી છે. વહીવટી તંત્ર દ્વારા 300 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:Rain in Bhavnagar: ડેમમાં આવ્યા નવા નીર, આટલો કુલ વરસાદ નોંધાયો
વલસાડ પ્રાંત અધિકારીએ સ્થળ મુલાકાત લીધી :વલસાડ જિલ્લા પ્રાંત અધિકારીએ દરેક સ્થળે નજર રાખતા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વહીવટી તંત્ર વલસાડ જિલ્લામાં સતર્ક બન્યું છે. તમામ વિસ્તારમાં નજરો રાખી કોઈ બનાવ ના બને તે અંગે સતર્કતા રાખીને બેઠું છે.