વલસાડ પારડી તાલુકાના ડુમલાવ ગામે પારસી ફળીયામાં છેલ્લા 7 દિવસથી બે દીપડા દેખાતા ગ્રામજનોમાં (leopard Young accident in Dumlav) ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે ગતરોજ પારસી ફળિયામાં રહેતો એક યુવક ડેરીમાં સાંજે દૂધ ભરવા બાઈક લઈને નીકળ્યો હતો. ત્યારે કદાવર દીપડો પુરપાટ ઝડપે જતી બાઈક સાથે ભટકાયો હતો. જેને પગલે યુવક પડી જતા તેને બન્ને હાથે ગંભીર (leopard attacks in gujarat) ઇજાઓ પહોંચી હતી.
શું હતી ઘટનાપારસી ફળિયામાં રહેતો હાર્દિક પટેલ દરરોજની જેમ દૂધ ભરવા માટે પોતાની બાઈક લઈને પ્રાથમિક સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. સાંજે 6 વાગ્યાની આસપાસ તે સમયે ઝાડી માંથી નીકળી રસ્તો ક્રોસ કરી રહેલા દીપડો હાર્દિકની બાઈક સાથે ભટકાયો હતો. જેને લઈ બાઈક ઉપરથી પટકાયો હતો. જોકે અચાનક દીપડો તેની બાઈકમાં ભટકાતાં કઈ સમજાયું નહીં કે શું થયું, પરંતુ બાઈક ઉપરથી પટકાયા બાદ દીપડો ઉભો થઈને ભાગ્યો હતો. ત્યારે તેને જોતા યુવકના હોશ ઉડી ગયા હતા. સદ્નનસીબે દીપડાએ કોઈ વળતો હુમલો ન કર્યો અને ઝાડીમાં ભાગી છૂટ્યો હતો.
બે દીપડા ગામમાંમળતી માહિતી મુજબ છેલ્લા 7 દિવસથી ડુમલાવ પારસી ફળિયામાં બે કદાવર દીપડા ફરતા હતા. જેને લઈને સ્થાનિકો નિહાળ્યા બાદ ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. વળી ગતરોજ યુવકની બાઈક સાથે દીપડો ભટકાયો હોવાના સમાચાર વાયુ વેગે વહેતા થતા લોકો રાત્રી દરમિયાન ઘરથી નીકળવાનું ટાળી રહ્યા છે.