ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ આદિવાસીઓને જ અંધારામાં રાખે છે, પક્ષપલટો કરનારા કાર્યકર્તાનો આક્ષેપ - ઝરોલી ગામ વલસાડ

વલસાડમાં ભાજપમાંથી કૉંગ્રેસમાં સામેલ થયેલા ધીરજ પટેલે (Former BJP Leader Dhiraj Patel slams BJP) ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. સાથે જ તેમણે ગત ટર્મના રમણલાલ પાટકરને પણ આડેહાથ લીધા હતા. તે દરમિયાન તેમણે જમીન સંપાદનમાં ગામના લોકોને વધુ વળતર મળે તે માટે રમણલાલ પાટકરે (BJP Leader Ramanlal Patkar) ધક્કા ખવડાવ્યા હોવાનો દાવો કર્યો હતો.

ભાજપ આદિવાસીઓને જ અંધારામાં રાખે છે, પક્ષપલટો કરનારા કાર્યકર્તાનો આક્ષેપ
ભાજપ આદિવાસીઓને જ અંધારામાં રાખે છે, પક્ષપલટો કરનારા કાર્યકર્તાનો આક્ષેપ

By

Published : Nov 24, 2022, 3:35 PM IST

ભિલાડરાજ્યમાં ચૂંટણી પહેલા અનેક નેતાઓ પક્ષપલટો કરે તે કોઈ નવી વાત નથી. તેવામાં વલસાડમાં પણ હવે ભાજપના નેતા ધીરજ પટેલે ભાજપનો સાથ છોડી કૉંગ્રેસનો હાથ પકડી લીધો છે. ત્યારે ઉમરગામ વિધાનસભા બેઠકની (umbergaon assembly constituency) ચૂંટણીને લઈને કૉંગ્રેસના ઉમેદવાર નરેશ વળવીએ પત્રકાર પરિષદ બોલાવી હતી. તે દરમિયાન ભાજપના પૂર્વ નેતા ધીરજ પટેલે અનેક આક્ષેપ કર્યા હતા.

ભાજપ કાર્યકર્તાઓ આપે છે ધમકી તેમણે જણાવ્યું હતું કે, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન (Land Acquisition for Bullet Train Project) મામલે વધુ ભાવ અપાવવા સ્થાનિક નેતાએ ગાંધીનગર સુધી ધક્કા ખવડાવી યોગ્ય વળતર અપાવ્યું નથી. આ મામલે વિરોધ કરવા જતા ભાજપના કાર્યકરો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે.

ભાજપના નેતા ધીરજ પટેલે ભાજપનો સાથ છોડી કૉંગ્રેસનો હાથ પકડી લીધો

ધારાસભ્ય રમણલાલ પાટકર પર ગંભીર આક્ષેપ કર્યાઉમરગામ વિધાનસભા બેઠકની (umbergaon assembly constituency) ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવીએ પત્રકાર પરિષદ બોલાવી હતી. ત્યારે આ પત્રકાર પરિષદ દરમિયાન ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયેલા ઝરોલી ગામના (Zaroli Village Valsad) માજી ઉપસરપંચ અને ભાજપના શક્તિ કેન્દ્રના (BJP Shakti kendra) કાર્યકરે ભાજપ (Former BJP Leader Dhiraj Patel slams BJP) પર અને ગત ટર્મના ધારાસભ્ય રમણલાલ પાટકર પર (BJP Leader Ramanlal Patkar) ગંભીર આક્ષેપ કર્યા હતા.

જમીનના ઓછા ભાવ અપાવ્યાનો આક્ષેપઝરોલી ગામના માજી ઉપસરપંચ અને ભાજપ શક્તિ કેન્દ્રના કાર્યકર્તા (BJP Shakti kendra) રહી ચૂકેલા ધીરજ રણછોડ પટેલે આક્ષેપ કર્યા હતા કે, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં (Land Acquisition for Bullet Train Project) ઝરોલી ગામની જમીન સંપાદન (Zaroli Village Valsad) થઈ છે. ત્યારે આ જમીન સંપાદનમાં ગામ લોકોને વધુ વળતર મળે તે માટે રમણ પાટકરે ત્રણ વખત ગાંધીનગરના ધક્કા ખવડાવ્યા હતા. પરંતુ મહેસુલ પ્રધાન સાથે કોઈ જ મુલાકાત નહીં કરાવી જમીનના ઓછા ભાવ અપાવ્યા છે.

ભાજપ સરકારે આદિવાસીઓને અંધારામાં રાખી ઓછું વળતર આપ્યુંભાજપના પૂર્વ નેતા ધીરજ પટેલે (Former BJP Leader Dhiraj Patel slams BJP) જણાવ્યું હતું કે, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં (Land Acquisition for Bullet Train Project) મહારાષ્ટ્રમાં 1,76,000 રૂપિયા એકર દીઠ જમીનમાલિકોને ચૂકવવામાં આવ્યા છે. સેલવાસમાં એકરદીઠ 5.16 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જ્યારે તેમના ગામમાં ખેડૂતોને તેમ જ જમીનમાલિકોને એકરદીઠ માત્ર 3,500 રૂપિયા જ ચૂકવવામાં આવ્યા છે. આ અંગે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકર, વાપી પારડી ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સાથે અનેક વખત રજૂઆતો કરી તેમ છતાં ભાજપ સરકારે આદિવાસીઓને (Adivasi in Valsad) અંધારામાં રાખી ઓછું વળતર આપ્યું છે.

આદિવાસીઓના કામ કરશે તે વિશ્વાસ સાથે કૉંગ્રેસમાં જોડાયાઆ નારાજગીને લઈને તેઓ કૉંગ્રેસમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. તેમના મતે કૉંગ્રેસના નેતા નરેશ વળવી આ વિસ્તારના લોકપ્રિય નેતા છે. તેમના કામથી તે સુપેરે વાકેફ છે. એટલે આદિવાસીઓના કામ કરશે તે વિશ્વાસ સાથે કોંગ્રેસમાં જોડાયા છે.

વિરોધ નહીં કરવા દબાણ કરતા હોવાના આક્ષેપકૉંગ્રેસ નેતા ધીરજ પટેલે (Former BJP Leader Dhiraj Patel slams BJP) વધુમાં ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, જમીન સંપાદનમાં ઓછા વળતરને લઈને તેઓ અવારનવાર ગામના લોકોને સાથે રાખી ધારાસભ્યને મળી રજૂઆત કરતા હોય તેમને વારંવાર ભાજપના કાર્યકરો તરફથી ધમકી મળતી હતી. ભાજપના કાર્યકરો તેમના મકાનની તપાસ, બેન્ક બેલેન્સની તપાસ કરાવીશું તેવી ધાકધમકી આપી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે વિરોધ નહીં કરવા દબાણ કરતા હોવાના આક્ષેપ કર્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details