વલસાડઆમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણીને (Gujarat Election 2022) લઈને અનેક સ્થળે પ્રચાર (AAP Election Campaign) કરી રહ્યા છે. ત્યારે સોમવારે વલસાડ જિલ્લામાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને રોડ શૉ (Bhagwant Mann Road Show in Valsad) કર્યો હતો. અહીં તેમણે પોતાની સરકાર બનશે તો કયા કયા કામો થશે તે અંગે લોકોને માહિતી આપી હતી. સાથે જ તેમણે રમૂજી અંદાજમાં ભાજપ અને કૉંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, 27 વર્ષ સુધી ગુજરાતની જનતા પાસે અન્ય કોઈ વિકલ્પ નહતો એટલે જનતા પિસાઈ રહી હતી હવે ઝાડુનો વિકલ્પ છે.
મેં રસ્તામાં ખાડા બહુ જોયા હતા પણ ખાડામાં રસ્તો પહેલી વાર જોયો દવા એવા ડોક્ટર પાસે લેવી જોઈએ, જેને તમારા દર્દની જાણકારી હોયઅન્ય કોઈ પક્ષના ઉમેદારોને નથી ટિકીટ આપી અને કોઈ મામા માસીના કે કાકા કાકીની લાગવગ નથી ચાલતી. તમારા પોતાના ઉમેદવાર નક્કી કરીને મોકલો, જેને તમારા દરેક દુઃખ દર્દની જાણકારી હોય. તેમણે રમુજ અંદાજમાં કહ્યું કે, દવા એવા જ ડોકટર પાસે લેવી જોઈએ, જેને તમારા દર્દની જાણકારી હોય. પંજાબમાં 117માંથી 92 બેઠકો આમ આદમી પાર્ટીએ (AAP Election Campaign) કબજે કરી છે. 92માંથી 82 બેઠકો એવી છે, જે પ્રથમ વાર ચૂંટણી લડ્યા છે વિજય થયા છે.
એક કટોરી દો સમોસા ભાજપ તેરા ક્યાં ભરોસાપંજાબનામુખ્યપ્રધાન ભગવંત માને રોડ શૉ (Bhagwant Mann Road Show in Valsad) દરમિયાન લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, તમારા સહનશક્તિને ધન્ય છે કે, છેક 27 વર્ષ સુધી તમે તેને જાળવી રાખ્યા છે. અરે વૃક્ષો પણ હવે તો દર વર્ષે તેના પાન બદલી નાખે છે. તો તમે પણ પરિવર્તન લાવો એવી અપીલ કરી હતી. જેમ દિલ્હી અને પંજાબમાં ઠંડી હવાના ઝોકા આવ્યા છે. તેમ ગુજરાતમાં આવશે. ગરીબોના બાળકો ડોક્ટર, એન્જિનિયર બની રહ્યા છે. નીટ અને આઈ આઈ ટી ક્લિઅર કરી રહ્યા છે. પંજાબ, દિલ્હીમાં લોકોના ઝીરો બીલ આવી રહ્યા છે. પંજાબ 98 ટકા લોકોનું બીલ ઝીરો આવી રહ્યું છે.
મેં રસ્તામાં ખાડા બહુ જોયા હતા પણ ખાડામાં રસ્તો પહેલી વાર જોયોપંજાબના મુખ્યપ્રધાને કટાક્ષ (Bhagwant Mann Road Show in Valsad) કરતા કહ્યું હતું કે, સરકારનો ખજાનો ખાલી છે એવું દર વખતે કહેવામાં આવે છે. પ્રજા જ્યારે જાય છે ત્યારે જ ખજાનો ખાલી થઇ જાય છે. તેમણે રમૂજમાં એમ પણ કહ્યું હતું કે, મેં રસ્તામાં ખાડા બહુ જોયા હતા પણ ખાડામાં રસ્તો પહેલી વાર જોયો. રોડની આ હાલત છે. ત્યારે ખજાનો ખાલી કેવી રીતે થઇ ગયો. ના યુનિવર્સિટી બની કે ના હોસ્પિટલ બની કે ના કોઈને રોજગાર આપ્યો છતાં ખજાનો ખાલી કેવી રીતે થયો આ લોકો ખજાનો ખાલી કરી ગયા.
કૉંગ્રેસ ભાજપ પર કર્યા આક્ષેપોતેમણે (Bhagwant Mann Road Show in Valsad) ઉમેર્યું હતું કે, કૉંગ્રેસને વોટ ના આપતા. કારણ કે, તેના ઉમેદવાર વિજેતા થયા બાદ ભાજપને પૂછશે બોલો કેટલી કિંમત આપો છો અને વેચાઈ જશે તો કેમ પોતાનો કિંમતી વોટ ખરાબ કરશો. ભાજપ કહે છે કે, ડબલ એન્જિન સરકાર અરે, ભાઈ સારું હોય તો એક જ એન્જિન બહુ છે અને ગુજરાતને ડબલ એન્જિનની નહીં પણ નવા એન્જિનની જરૂર છે. માર્કેટમાં આવી ગયું છે કેજરીવાલ મોડેલ નવું એન્જિન ફટફટ ચાલે છે. નવું છે એટલે પ્રદૂષણ પણ નથી થતું.
પંજાબ દિલ્હીમાં ભ્રષ્ટાચાર બંધ કરી દીધોકેજરીવાલ સરકાર આવતા જ પંજાબ અને દિલ્હીમાં ભ્રષ્ટાચાર બંધ કરી દીધો છે. સરકાર સત્તામાં આવતા જ એક હેલ્પલાઈન નંબર જારી કરી દેવામાં આવ્યો છે, જેમાં જો કોઈ અધિકારી લાંચ માગે તો બસ તેનો વીડિયો ઉતારી મોકલી દો એટલે લાંચ લેનારા જેલ ભેગા થઇ જાય છે. અત્યાર સુધીમાં 250થી વધુ અધિકારીને જેલભેગા કરી દીધા છે, જે પણ આધિકારીએ પોતાના ઓફિસ બહાર બોર્ડ લગાવ્યું છે કે મોબાઈલ ફોન લઇ જવા પર પ્રતિબંધ છે એવા આધિકારી ભ્રષ્ટ છે અને એવા સામે તો કાર્યવાહી થશે જ થશે.
વડોદરામાં ભગવંત માનની રેલીમાં લાગેલા મોદી મોદીના નારા બાબતે બોલ્યા ભગવંત માનતેમણે નામ ન લેતા (Bhagwant Mann Road Show in Valsad) કહ્યું કે, હું એક સ્થળે ગયો હતો, જ્યાં કેટલાક યુવાનો મોદી મોદીના નારા લાગાવતા હતા. મેં તેમને ધન્યવાદ કહી એવું જણાવ્યું કે, તમે જે રીતે નારા લગાવી રહ્યા છો. લાગે છે કે, તેમારા ખાતામાં 15-15 રૂપિયા જેટલી રકમ જમા થઈ ચૂકી છે. કપરાડાના નાનાપોઢા ખાતે આયોજિત રોડ શૉ (Bhagwant Mann Road Show in Valsad) બાદ તેઓ આગળ ધરમપૂર જવા માટે રવાના થયા હતા. આમ, નાનાપોઢાં ખાતે આમ આદમી પાર્ટીના (AAP Election Campaign) ભગવંત માને રોડ શૉમાં સૌને પરિવર્તન લાવવા માટે આપીલ કરી હતી.