- સને 1897માં સ્થાપિત કરવામાં આવેલા બાઈ આવા બાઈ હાઈસ્કૂલ (Bai Awa Bai High School)વલસાડે ગુજરાતને નહિ ભારતને રત્ન આપ્યા છે
- પારસી સમાજ દ્વારા આપવામાં આવેલા તે સમયના આર્થિક સહયોગ બાદ બની હતું હાઈસ્કૂલનું મકાન
- પારસી સમાજની દીર્ઘ દ્રષ્ટિએ અનેક બાળકોને શિક્ષણનો મળ્યો લાભ
- ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ,સહિત હાલના મુખ્ય પ્રધાન પણ વલસાડમાં આ સ્કૂલમાં કરી ચૂક્યા છે અભ્યાસ
વલસાડ: જિલ્લામાં પારસી સમાજની દીર્ઘ દ્રષ્ટિ દ્વારા સને 1897માં શિક્ષણ માટે પ્રારંભ કરવામાં આવેલી બાઈ આવા બાઈ સ્કૂલ વલસાડના આજે 214 વર્ષથી વધુ સમય પૂર્ણ થઈ ચૂક્યો છે પરંતુ તેમ છતાં તેની શૈક્ષણિક સેવા અવિરત ચાલી રહી છે, ત્યારે વલસાડની આ શૈક્ષણિક સંસ્થાએ ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ(Morarji Desai), મુંબઈ હાઇકોર્ટના ચિફ જજ ભુલાભાઈ દેસાઈ, અંગ્રેજી ગુજરાતી શબ્દકોશના રચેયિતા પાંડુરંગ ગણેશ દેશપાંડે, કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ શ્રમપ્રધાન અને આંધ્રપ્રદેશના ગવર્નર રહી ચૂકેલા ખંડું ભાઈ દેસાઈ અને હાલના જ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) જેવા અનેક વિરલ વ્યક્તિઓએ વલસાડની આવા બાઈ હાઈસ્કૂલમાં પોતાના શિક્ષણના પાયાનો પ્રારંભ કર્યો હતો. જેના થકી જ તેઓ આજે ઉચ્ચપદો સુધી પહોંચ્યી ચૂક્યા છે.
આ સંસ્થામાં અનેક વિરલ વ્યક્તિઓએ કર્યો અભ્યાસ
વલસાડ જિલ્લાની આ શૈક્ષણિક સંસ્થાએ ગુજરાતને નહીં પરંતુ સમગ્ર ભારતભરને અનેક વિરલ વ્યક્તિઓ પૂરા પાડ્યા છે. જેમાં વલસાડના ભદેલી જગાલાલાના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગે મોરારજી દેસાઈ, મુંબઈ હાઈકોર્ટના ચીફ જજ રહી ચૂકેલા ભુલાભાઈ દેસાઈ, આંધ્રપ્રદેશના ગવર્નર રહી ચૂકેલા ખંડુભાઈ દેસાઈ અને અંગ્રેજી ગુજરાતી શબ્દકોશના રચયિતા પાંડુરંગ દેશપાંડે પણ વલસાડની આ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂક્યા છે. લંડનમાં આવેલી વર્ષો જૂની અને જાણીતી બર્કલેસ બેંકમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમાયેલા રાજન ભાઈ મિસ્ત્રી પણ આવા બાઈ સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું છે અને હાલમાં જ ગુજરાતના વરાયેલા નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ આવા જ સ્કૂલમાં ધોરણ 5 થી 7 માં અભ્યાસ કરી ચૂક્યા છે એની સાથે મિત્રો પણ આજે પણ તેમની કેટલીક જુની યાદગાર ક્ષણોને યાદ કરી ગર્વ અનુભવી રહ્યા છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભપેન્દ્ર પટેલ સહિત અનેક વિરલાઓએ આવા બાઈ સ્કૂલમાં કર્યો છે અભ્ય આ પણ વાંચો:સરકારી કર્મચારીઓ જો કોવિડ પોઝિટિવ આવે તો ફરજિયાત સરકારી હોસ્પિટલમાં જ સારવાર
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે 1971થી 1974 સુધી ધોરણ 5 થી સાત સુધીના અભ્યાસક્રમ
ધોરણ 5 થી 7 દરમિયાન ભુપેન્દ્ર શાંત સૌમ્ય અને નમ્ર નિયમિત સ્વભાવના હોવાનું તેમના સહપાઠીઓ આજે જણાવ્યું હતુ. વલસાડ જિલ્લામાં આવેલી શૈક્ષણિક સંસ્થા આવા બાઈ હાઈસ્કૂલ (Bai Awa Bai High School) માં સને 1971થી 1974 સુધી ધોરણ 5 થી સાત સુધીના અભ્યાસક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર (Bhupendra Patel) રજનીકાંતભાઈ પટેલ અભ્યાસ કરતા હતા અને તેમની સાથે તેમના જ વર્ગમાં તેમજ બાજુના ક્લાસમાં અભ્યાસ કરતા હિતેશભાઈ એન્ડ મિસ્ત્રી અને સનતભાઇ સુમનભાઈ વસીએ જણાવ્યું કે, ભુપેન્દ્રના પિતા પોલિટેકનિક કોલેજમાં પ્રોફેસર હોવાને કારણે તેમનામાં શિક્ષણના સંસ્કાર ઉતર્યા હતા એટલે કે, તેઓ ખૂબ જ નિયમિત સૌમ્ય સ્વભાવના તેમજ ઓછા બોલા હતા. દરેક પ્રવૃત્તિઓમાં ભાગ પણ લેતા હતા. તો આજે પણ કેટલાક સ્મરણો તેમની સાથે જોડાયેલા હોય તેમના સહપાઠીઓ તેમની યાદ કરતા હોય છે.
વલસાડમાં સને-1897 આવા બાઈ હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી
સને 1897માં શૈક્ષણિક સંસ્થાની સ્થાપના શેઠ બમનજી સાપુરજી ચોથિયાની મોટી દીકરીના અવસાન બાદ તેમની યાદમાં વલસાડમાં કરાઈ હતી. વલસાડમાં સને-1897 આવા બાઈ હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ વલસાડ અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા તમામ બાળકો મેટ્રીક સુધીનો અભ્યાસ કરી શકે તે માટે આ શૈક્ષણિક સંસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તારીખ 9 મી સપ્ટેમ્બર 1896 ના દિને શેઠ બમનજી સાપુરજી ચોથિયા પોતાની મોટી દીકરી બાઇ આવા બાઇ જે શેઠ રુસ્તમજી પેસ્તનજી હોંગકોંગ વાલાના ધર્મપત્ની થતા હતા તેમના અવસાન બાદ તેમની યાદગીરીમાં વલસાડ કસ્બા અને તેની આસપાસના ગામોના છોકરાઓ મેટ્રિક સુધીની કેળવણી લઈ શકે એવા શુભ હેતુથી મોટો ખર્ચ કરી તેમના એક ખાસ મિત્ર એવા જહાંગીરજી કોલભાઈ માણેકશાની વિનંતીને ધ્યાનમાં રાખીને સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી.
આ પણ વાંચો:“માઁ”થી પણ સુંદર “માઁ”નો પ્રેમ- થેલેસેમિયાગ્રસ્ત કિંજલબહેન અનેક માટે બન્યા પ્રેરણાનું પ્રતીક
આવા ભાઈ સ્કૂલમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થી વિશ્વના અનેક ખૂણે
આમ વલસાડ જિલ્લામાં સ્થાપવામાં આવેલી આવા ભાઈ સ્કૂલમાં અભ્યાસ કરેલા અનેક વિદ્યાર્થીઓ સમગ્ર વિશ્વના અનેક ખૂણે કોઈના કોઈ પદ પર આજે પણ બિરાજમાન છે, ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન પણ વલસાડની આ સ્કૂલમાં અભ્યાસ કરી ચૂક્યા છે. જેને લઇને સ્કૂલના આચાર્ય સહિત તેમની સાથે અભ્યાસ કરનારા અન્ય મિત્રો પણ ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.