વલસાડગુજરાતમાં વિધાનસભા બેઠકની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) યોજનાર છે. જે માટે દરેક પાર્ટીદ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે છોટુ વસાવા દ્વારા ભારતીય ટ્રાઇબલ પાર્ટી (Tribal Party) દ્વારા પણ તેમના 12 જેટલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભા બેઠક ઉપર પ્રથમવાર બીટીપી પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરી રહી છે. અને તે માટે તેમના ઉમેદવારને જાહેર કર્યા છે. તેમણે આદિવાસીનાહક અને અધિકારની લડાઈ લડતી પાર્ટી ચૂંટણીમાં વિજય રહેશેનો દાવો કર્યો છે.
છોટુ દાદાની આગેવાનીમાંભારતીય ટ્રાઇબલ પાર્ટી સતત 62 વર્ષથી છોટુ દાદાની આગેવાનીમાં હક અધિકારની લડાઈ લડતી આવી છે. અને આ વખતે પણ ચૂંટણી મેદાનમાં જોમથી ઉતરવા તૈયાર છે. ધરમપુરમાં આદિવાસી આગેવાનોમાં ટિકિટ મેળવવા પડા પડી થઇ રહી છે. નર્મદા તાપી રીવર લિંકની લડાઈ લડતા ધરમપુરના આદિવાસી સમાજના આગેવાનો હાલમાં વિવિધ રાજકીય પાર્ટીના પક્ષની ટિકિટ લેવા માટે દોડાદોડી કરી રહ્યા છે.