ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : કનુ દેસાઈના નામે ભાજપ પારડી વિધાનસભા બેઠક તરી જશે? - કનુ દેસાઈની બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો પારડી વિધાનસભા બેઠક ( Pardi Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022 : કનુ દેસાઈના નામે ભાજપ પારડી વિધાનસભા બેઠક તરી જશે?
Gujarat Assembly Election 2022 : કનુ દેસાઈના નામે ભાજપ પારડી વિધાનસભા બેઠક તરી જશે?

By

Published : Jul 5, 2022, 6:00 AM IST

વલસાડ-વલસાડ જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા આવેલી છે. જેમાં 180-પારડી વિધાનસભા બેઠક ( Pardi Assembly Seat)હાલના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈનું (Kanu Desai Seat ) વિધાનસભા ક્ષેત્ર છે. 43 ગામ અને વાપી શહેર તેમજ વાપી GIDC આ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી પારડી વિધાનસભા છેલ્લી 3 ટર્મથી ભાજપનો ગઢ બની છે.ગુજરાત રાજ્યની કુલ 182 વિધાનસભા પૈકી વલસાડ જિલ્લામાં 178-ધરમપુર, 179- વલસાડ, 180-પારડી, 181-કપરાડા, 182-ઉમરગામ એમ 5 વિધાનસભા આવેલી છે. જેમાં 180-પારડી વિધાનસભા ક્ષેત્ર મહત્વનું વિધાનસભા ક્ષેત્ર છે. જે વલસાડ જિલ્લામાં રાજનીતિના ચાણક્ય કહેવાતા (Gujarat Assembly Election 2022 ) કનુભાઈ દેસાઈનો મત વિસ્તાર છે. પારડી વિધાનસભામાં (Assembly seat of Pardi) 53 ગામ તેમજ પારડી શહેર અને વાપી શહેર, વાપી GIDC નો સમાવેશ થાય છે.

આવનારી ચૂંટણીમાં થશે મતદારોનો વધારો

પારડી વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી- વર્ષ 2017માં પારડી વિધાનસભા બેઠકમાં ( Pardi Assembly Seat) 1,16,520 પુરુષ મતદારો, 1,04,329 સ્ત્રી મતદારો મળી કુલ 220849 મતદારો હતા. કોળી પટેલ, ધોડિયા પટેલ, ભંડારી પટેલ, હળપતિ સમાજ, દેસાઈ, જૈન, ટંડેલ, મુસ્લિમ તેમજ ઔદ્યોગિક વસાહતને કારણે સ્થાયી થયેલા ગુજરાતના અન્ય જિલ્લાના વિવિધ સમાજના લોકો, યુપી, બિહાર, રાજસ્થાન સહિત દેશના દરેક રાજ્યના લોકો અહીંના મતદારો છે. પાર નદી, કોલક નદી અને દમણગંગા નદી આ વિધાનસભા વિસ્તારની મુખ્ય નદીઓ છે. આ તાલુકાના મુખ્ય મથક પારડી અને વાપી નજીકથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48 તેમજ અમદાવાદ અને મુંબઈને જોડતી રેલવેલાઈન પસાર થતી હોવાને કારણે ઔદ્યોગિક વિકાસ સારા પ્રમાણમાં થયો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના તારીખ 9 સપ્ટેબર 2013નાં જાહેરનામા અનુસાર પારડી તાલુકાના 81 ગામોમાંથી 28 ગામોને છુટા પાડીને વાપી તાલુકો રચવામાં આવતાં પારડી તાલુકાનાં કુલ ગામોની સંખ્યા 53 છે. આ જ રીતે વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર તત્કાલિન પારડી તાલુકાની વસ્તી 4,93,084ની હતી, જેમાંથી 3,07,692ની વસ્તી ધરાવતાં 28 ગામો (વાપીના શહેરી વિસ્તાર સહિત) નવરચિત વાપી તાલુકામાં ખસેડાતાં પારડીની વસ્તી 1,85,392 ની રહી હતી.પારડી નગરપાલિકા અને વાપી નગરપાલિકા એમ 2 નગરપાલિકા છે.

પારડી વિધાનસભા બેઠકને ( Pardi Assembly Seat) પશ્વિમ તરફ સંઘપ્રદેશ દમણ છે તો પૂર્વ તરફ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી છે. રોજગારી માટે અનેક નવા ઔદ્યોગિક એકમોનું વિસ્તરણ થયું છે. અનેક પ્રકારના કેમિકલ-ફાર્મા, પેપર, પેકેજિંંગના એકમો હોવા છતાં પ્રદૂષણ મામલે અંકૂશ મેળવવામાં સફળતા મળી છે. કેમિકલ ઉદ્યોગોના એફલ્યુએન્ટને ટ્રીટ કરવા અદ્યતન ટેકનોલોજીથી સજ્જ 55MLD નો CETP વાપી GIDC માં છે. તો વાપીમાં પાલિકા વિસ્તારમાં 16 MLD નો ETP છે. પીવાનું અને ખેતી માટે પૂરતું પાણી મળતું થયું છે. આ સમગ્ર વિસ્તારમાં પ્લાસ્ટિકથી માંડીને એન્જીનીયરીંગ, કેમિકલ, ફાર્મા કંપનીઓ તેમજ પેપરમિલો આવેલી છે. પારડી, મોરાઈ, વાપી GIDC છે. જેમાં નાનામોટા અંદાજિત 5 હજાર જેટલા ઔદ્યોગિક એકમો ધમધમે છે. એટલે આ વિસ્તાર ગુજરાતની ઔદ્યોગિક નગરી પણ ગણાય છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : ડાંગ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ માટે મંગળ ગાવિત બાદ શૂન્યાવકાશ?

અગાઉની ચૂંટણીના પરિણામ - આ બેઠક ( Pardi Assembly Seat)પર વર્ષ 1962માં પ્રથમ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં PSP તરફથી ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ અને કોંગ્રેસ તરફથી રવજીભાઈ લછછીભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતાં. આ ચૂંટણીમાં PSP તરફથી ઉત્તમભાઈ હરજીભાઈ પટેલને 25,347 મત મળ્યા હતાં જ્યારે, કોંગ્રેસના રવજીભાઈ લછછીભાઈ પટેલને 18463 મત મળતા ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ પ્રથમ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. વર્ષ 1967માં કોંગ્રેસના ઉમેદવાર યુ.એચ. પટેલ અને SWAના જી. આર. પટેલ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવાર યુ.એચ. પટેલ વિજયી થયા હતાં. 1972માં કોંગ્રેસે ઉત્તમભાઈ હરજીભાઈ પટેલને NCO ના રઘાભાઈ મારીયાભાઈ પટેલ સામે ઉતારતા કોંગ્રેસના ઉત્તમભાઈ વિજયી થયા હતાં. 1975માં BJSના પટેલ છોટુભાઈ જમનાભાઈએ 17875 મત મેળવી 14959 મત મેળવનાર કોંગ્રેસના ધનપતલાલ ભગવાન ભાઈ સોમાભાઈને હાર આપી હતી. 1980માં INC(i) ના રમણભાઈ દેવાભાઈ પટેલે 22538 મત મેળવી, 10991 મત મેળવનાર ભાજપના ઉમેદવાર પટેલ છોટુભાઈ જમના ભાઈને હાર આપી હતી. 1985માં કોંગ્રેસના સવિતાબેન ગમનભાઈ પટેલે 17668 મત મેળવી 15169 મત મેળવનાર IND અપક્ષ ઉમેદવાર રમણભાઈ દેવાભાઈને હાર આપી આપી હતી.1990માં કોંગ્રેસે રમણલાલ દેવાભાઈને ટીકીટ આપી હતી. જેમણે 17668 મત મેળવી ભાજપના ઉમેદવાર પટેલ ખાલપભાઈ છગનભાઈને 1014 મતે હાર આપી હતી. 1995માં ભાજપે ડૉ. કે.સી. પટેલને તો, કોંગ્રેસે રમણલાલ દેવાભાઈને ટીકીટ આપી હતી જેમાં ભાજપના ડૉ. કે.સી. પટેલને 62,346 મત મળ્યા હતાં. કોંગ્રેસના રમણલાલ દેવાભાઈને 39,164 મત મળતા ભાજપના ઉમેદવાર ધારાસભ્ય બન્યા હતાં. 1998માં ભાજપે ચંદ્રવદન મકનજી પટેલને તો કોંગ્રેસે પટેલ સવિતાબેન ગમનભાઈને ટીકીટ આપી હતી. જેમાં ભાજપના ઉમેદવાર વિજયી બન્યા હતા.. વર્ષ 2002માં કોંગ્રેસના લક્ષ્મણ બાબુ પટેલે 43,288 મત મેળવ્યા હતાં. ભાજપના ઉષાબેન ગિરીશ પટેલે 41,589 મત મેળવ્યા હતાં. આ ચૂંટણીમાં કોંગ્રેસના લક્ષ્મણભાઈ બાબુભાઈ પટેલ વિજેતા બન્યા હતાં. વર્ષ 2007ની ચૂંટણીમાં ભાજપના ઉષાબેન ગીરીશકુમાર પટેલે 61,740 મત મેળવ્યા હતાં. કોંગ્રેસના પટેલ લક્ષ્મણભાઈ બાબુભાઈએ 51075 મત મેળવ્યા હતાં. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઉષાબેન વિજયી થયા હતાં. જે બાદ વર્ષ 2012માં કનુભાઈ દેસાઈ (Kanu Desai Seat )ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતાં જ્યારે કોંગ્રેસ તરફથી હેમંત મનુભાઈ દેસાઈ ચૂંટણી લડ્યા હતાં જેમાં કનુભાઈ દેસાઈ 84,563 મત મેળવી વિજેતા બન્યા હતાં.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : દાહોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને પણ મુશ્કેલી, આમ આદમી પાર્ટી પગપેસારો કરવા તલપાપડ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માંં (Gujarat Assembly Election 2017 ) આ બેઠક પર ( Pardi Assembly Seat)ભાજપે ફરી કનુભાઈ દેસાઈને ટિકિટ આપી હતી. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો મળી કુલ 13 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. જેમાં કનુભાઈને 98,379 મત, કોંગ્રેસના (Bharat Patel Seat) ભરત પટેલને 46,293 મત, અપક્ષ ઉમેદવાર ભાનુશાળી અમિત રજુભાઈને 1021 મત મળ્યા હતા. તો, આમ આદમી પાર્ટીના રાજીવ શંભુનાથ પાંડેને 500 આસપાસ જ મત મળ્યા હતાં. આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી ભાજપના કનુભાઈ દેસાઈ (Kanu Desai Seat )વિજેતા બન્યા હતા અને હાલમાં ગુજરાત રાજ્યના નાણાપ્રધાન પદે બિરાજમાન થયા છે.

આગામી ચૂંટણીમાં કોણ બાજી મારશે

વલસાડ જિલ્લામાં રાજકારણના ચાણક્ય-પહેલા વર્ષ 2012માં પણ અહીં કનુભાઈ દેસાઈ ધારાસભ્ય હતાં. એ વખતે તેમણે પ્રજાના કામ કર્યા ન હોવાનો અસંતોષ હોય જ્યારે 2017માં ભાજપે ફરી તેમને ટીકીટ આપી ત્યારે અનેક ગામના મતદારોએ મતદાનના બહિષ્કારની ચીમકીઓ આપી હતી. જો કે તે તમામને કુનેહપૂર્વક મનાવી 2017માં કનુભાઈ દેસાઈએ કુલ માન્ય મતોની સંખ્યા 1,53,178 માંથી 98379 મત મેળવી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મોહનભાઈ પટેલને 52,086 મતોથી કારમી હાર આપી હતી. આ ઐતિહાસિક જીત મેળવ્યા બાદ કનુભાઈ દેસાઈ હાલ ભાજપ સરકાર તરફથી ગુજરાતના નાણાંપ્રધાન છે. વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ પદે રહી ચૂકેલા કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં રાજકારણના ચાણક્ય કહેવાય છે. તેમની આગેવાની હેઠળ જિલ્લાની તમામ 5 વિધાનસભા અને ડાંગ મળી 6 વિધાનસભામાં ભાજપનું કમળ ખીલવ્યું છે. કનુભાઈ દેસાઈ માટે કહેવાય છે કે પાછલા 10 વર્ષમાં તેમણે જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમાંના મોટાભાગના કામોનું લોકાર્પણ પણ તેમણે જ કર્યું છે.

પારડી વિધાનસભા બેઠક જાણીતી છે

પારડી વિધાનસભા બેઠકની ખાસિયત-આ બેઠક ( Pardi Assembly Seat) ભૂમિ ખેડ સત્યાગ્રહના કારણે રાજ્યભરમાં નવી ઓળખ પામી હતી. 01/09/1953માં ઈશ્વર દેસાઈ નામના અનાવિલ આગેવાને આદિવાસીઓ ઉપર જૂલ્મ ગુજારનાર જમીનદારો સામે બંડ પોકારી અહિંસક સત્યાગ્રહ શરૂ કર્યો હતો. ખેડ સત્યાગ્રહ તરીકે જાણીતો આ સત્યાગ્રહ લગાતાર 14 વર્ષ ચાલ્યો અને 05-07-1967ના પૂર્ણ થયો હતો. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવતું પારડી-વાપી શહેર અને અહીંની GIDC દેશભરમાં જાણીતી છે. તો પારડી તાલુકામાં પારસીઓની ઐતિહાસિક અગિયારી જ્યાં આવેલી છે તે ઉદવાડા અને માછીમારી માટે જાણીતું ઉમરસાડી બંદર પણ પારડી તાલુકામાં આવ્યું છે. આ વિધાનસભા વિસ્તારમાં ઔદ્યોગિક એકમો, કેરી, ચીકુ જેવા ફળ, શેરડી, શાકભાજી, ડાંગરની ખેતી અને નજીકમાં જ દરિયો હોઈ દરિયાઈ સંપદા સ્થાનિક લોકો માટે જ નહીં, સમગ્ર ભારતના લોકોને આજીવિકા પુરી પાડે છે. વાપી GIDC માં અને શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં સારા માર્ગનું નિર્માણ થયું છે. આરોગ્યક્ષેત્રે CHC-PHC ની સુવિધા, ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલમોમાં દાતાઓનો સહકાર મેળવી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની સુવિધા સાથે સારવાર મળતી થઈ છે. પ્રાથમિક શિક્ષણથી માંડીને ઊચ્ચ અભ્યાસ માટે ગુજરાતી-અંગ્રેજી માધ્યમની સરકારી-ખાનગી શાળા કોલેજો છે.

આગામી ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ-પારડી વિધાનસભા બેઠક ( Pardi Assembly Seat)માટે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) અંગે વાત કરીએ તો આ વિસ્તારમાં 71 વર્ષીય કનુભાઇ દેસાઈની (Kanu Desai Seat )ખૂબ જ લોકપ્રિયતા છે. ભાજપે અનેક વિકાસના કાર્ય કર્યા છે. એટલે ભાજપ કદાચ વયમર્યાદાને બાજુએ મૂકી તેને ફરીથી ટીકીટ આપી શકે છે. કોંગ્રેસ તરફથી અહીં એકપણ લોકપ્રિય નેતા ન હોય જે ટીકીટ માંગશે તેમાંથી કોઈની પસંદગી કરશે. આ વખતે આમ આદમી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે. જો કે અહીં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની કોઈ જ લોકપ્રિયતા નથી. આપ પાર્ટી ધીરેધીરે પ્રચાર પ્રસાર કરી પોતાની છાપ (Gujarat election 2022 ) ઉભી કરવા મથામણ કરી રહી છે. મોંઘવારી અને કેન્દ્રના વિવિધ મુદ્દાઓને લઈને ક્યારેક કોંગ્રેસના કાર્યકરો વિરોધ નોંધાવવા એકઠા થાય છે. આમ આદમી પાર્ટી ક્યાંય દેખાતી નથી. ભાજપનું સંગઠન મજબૂત હોય સતત નવાનવા કાર્યક્રમો આપી મતદારો વચ્ચે રહેતી આવી છે.

વિકસિત બેઠક હોવા છતાં અમુક પ્રશ્નો તો છે

પારડી વિધાનસભા બેઠકની માગણી- જો કે પારડી વિધાનસભા બેઠક ( Pardi Assembly Seat)વિસ્તારમાં પણ શિક્ષણ, સ્થાનિકોને રોજગારી, ઉદ્યોગોના પ્રદુષણ, પીવાના પાણી મામલે હજુ પણ કાગારોળ છે. ગામડાઓને જોડતા પુલનું નિર્માણ થયું છે. તો હજુ પણ કેટલાક ગામમાં રસ્તાની સમસ્યા છે. એટલે કદાચ રસ્તા, રોજગારી, અને પ્રદૂષણના મુદ્દા પર આ 2022માં કોંગ્રેસ-આપ ચૂંટણી લડશે જ્યારે ભાજપ વિકાસની (Gujarat Assembly Election 2022 ) રાજનીતિ કરશે. વળી આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેમાં અંકૂશ આવે તે પણ લોકોની લાગણી છે.

ABOUT THE AUTHOR

...view details