ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : ધરમપુર વિધાનસભા બેઠક અને રિવર લિંક પ્રોજેક્ટનું તાપણું ભાજપને દઝાડે તેવી સંભાવના - અરવિંદ પટેલની બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો ધરમપુર વિધાનસભા બેઠક (Dharampur Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022 : ધરમપુર વિધાનસભા બેઠક અને રિવર લિંક પ્રોજેક્ટનું તાપણું ભાજપને દઝાડે તેવી સંભાવના
Gujarat Assembly Election 2022 : ધરમપુર વિધાનસભા બેઠક અને રિવર લિંક પ્રોજેક્ટનું તાપણું ભાજપને દઝાડે તેવી સંભાવના

By

Published : Apr 27, 2022, 6:01 AM IST

ધરમપુર: વલસાડ જિલ્લામાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી ધરમપુર વિધાનસભા બેઠક (Dharampur Assembly Seat) ઉપર પાછલી ટર્મમાં ભજપે સત્તા મેળવી હતી. સંપૂર્ણ આદિવાસી સમાજના મતદારો અહીં વસવાટ કરે છે. વર્ષોથી અહી કોંગ્રેસની પકડ રહી છે. પરંતુ ગત ટર્મમાં (Gujarat Assembly Election 2017)ભાજપના અરવિંદભાઈ પટેલનો(Arvind Patel Seat ) વિજય થતાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હતું. જોકે રિવર લિંંક પ્રોજેક્ટ અંતર્ગત બનનાર સૂચિત ડેમના વિરોધનો મુદ્દો હાલ ભાજપ આગામી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માટે કપરા ચઢાણ બની શકે એમ છે.

ધરમપુર વિધાનસભા બેઠક ડેમોગ્રાફી- વર્ષ 2017માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર હતી. ચૂંટણી મેદાનમાં 5 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વર ઢેડાભાઈ પટેલ કોંગ્રેસ 72698 મતો મળ્યાં હતાં. જયારે ભાજપ તરફે અરવિંદભાઈ છોટુભાઈ પટેલ 94944 મતો સાથે વિજેતા બન્યા હતાં. તે સમયે કુલ મતદારો 2,26,284 હતાં. પુરુષ મતદાર 1,13673, મહિલા મતદાર 1,12,611 હતાં. જે પૈકી થયેલા મતદાનમાં 1,76,522,પુરુષ 90,862 ,મહિલા -85,686 સાથે કુલ મતદાન 78.01 ટકા થયું હતું.

વિધાનસભા બેઠક પર મતદારનું ગણિત

અત્યાર સુધીની ચૂંંટણીના પરિણામ - ધરમપુર વિધાનસભા બેઠક(Dharampur Assembly Seat) (એસ ટી ) વર્ષ 2012ની ચૂંટણીમાં કુલ મતદારો -204864,પુરુષ,103334, મહિલા -101500 મતદાન જોવા મળ્યું હતું. જ્યારે વર્ષ 2012માં થયેલ મતદાન જોઇએ તો કુલ 78.36 ટકા મતદાનમાં પુરુષ મતદારો-82,107, મહિલા મતદાન 78,378 કુલ થયેલ મતદાન-1,60,485 મત પડ્યાં હતાં. ઈશ્વરભાઈ ઢેડાભાઈ પટેલને મળેલાં મત 82,319 હતાં. જ્યારે અન્ય જોઇએ તો ઠાકરિયા રતિલાલ વજીરભાઈને મળેલા મતો -5,414, ચોધરી સુમિત્રાબેન બટુકભાઈને મળેલા મતો 67,021 અને પટેલ ઉમેશભાઈ મગનભાઈને મળેલા મતો 7,557 હતાં. તો રીજેક્ટ થયેલા મતો 115 સાથે કુલ 1,62,311 મતો પડ્યાં હતાં.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: ભારતની રાજનીતિમાં પક્ષ પલટો કરવોએ સામાન્ય બાબત બની ગઈ

2017 વિધાનસભા ચૂંટણી પરિણામ- 178 ધરમપુર વિધાનસભા બેઠકમાં (Dharampur Assembly Seat) કુલ મતદાન 78.01 ટકા (Gujarat Assembly Election 2017)થયું હતું. જેમાં કુલ મતદાર 2,26,284, પુરુષ 1,13,673, મહિલા 1,12,611 સાથે કુલ મતદાન 1,76,522. જેમાં પુરુષ 90,882 અને મહિલા 85,660 મત પડ્યાં હતાં. આ ચૂંટણીમાં ભાજપના અરવિંદભાઈ છોટુભાઈ પટેલને (Arvind Patel Seat ) 94,944 મતો, કોંગ્રેસના ઈશ્વર ઢેડાભાઈ પટેલને(Ishwar Patel Seat ) 72,698 મતો, બહુજન સમાજ પાર્ટીના પટેલ લક્ષ્મણ ચુનીલાલને 2572 મતો, બહુજન મુક્તિ પત્રીના ખરપડી ગુલાબ જાનુભાઈને 991 અને ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના મંગુભાઈ સવળુભાઈ પાડવીને 2464 મતો મળ્યાં હતાં. તો, 3711 મત નોટામાં ગયા હતાં. આમ 2012ની સરખામણી એ વર્ષ 2017માં ભાજપને બેઠક મળતાં સીધો ફાયદો મળ્યો હતો અને 22,246 મતો વડે અરવિંદભાઈ વિજેતા (Assembly seat of Dharampur) થયાં હતાં.

2017માં ભાજપને મળી હતી જીત

ધરમપુર વિધાનસભા બેઠક પર રોજગાર-આ બેઠકમાં (Dharampur Assembly Seat) ખેતીવાડી એક માત્ર રોજગાર છે. ધરમપુર બેઠકમાં મોટાભાગે અહી મતદારો માત્ર ખેતી ઉપર નભે છે. અહી ડાંગર તુવાર અડદ નાગલી, તેમજ મોટાભાગે રોજગારી માટે લોકો શાકભાજીની ખેતી કરે છે. આ વિસ્તાર વારલી, કુંકના અને ધોડિયા પટેલ સમાજની બહુધા વસ્તી ધરાવે છે. તેમજ બેઠક ઉપર ઉમેદવાર પણ એસટી કેટેગરીમાંથી જ ઉમેદવારી કરી શકે છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : બે ટર્મથી વિજેતા જીતુ વાઘાણીની બેઠક છે ભાવનગર પશ્ચિમ, આ વખતે મતદારનું મન કળવું મુશ્કેલ

ધરમપુર વિધાનસભા બેઠકની ખાસિયત- ધરમપુર રાજવી સમયનું રજવાડું ધરાવતી બેઠક(Dharampur Assembly Seat) છે. અહી આજે પણ રજવાડાના સમયના અવશેષ સમા અનેક મકાનો અને મંદિરો આવેલાં છે. વળી અહીં એકધારું કોંગ્રેસનું શાસન હતું. જેમાં ગત ટર્મમાં ભાજપે કબજો કર્યો છે. વળી આ વિસ્તારમાં નાગલીના રોટલા અને અડદની દાળનું ભુજીયું પ્રખ્યાત છે. વળી દરેક ગામોમાં ભરાતા હાટ બજારમાં ભજીયા ખૂબ જ પ્રખ્યાત છે.

આદિવાસી બહુલ સમાજનું પ્રભુત્વ

આ વિસ્તારમાં લોકોની માગ- ધરમપુરના ચાસ માંડવા અને પૈખેડ ખાતે રીવર લિંંક પ્રોજેક્ટમાં સૂચિત ડેમ બનાનાર હોઇ આદિવાસી સમાજના વિવિધ સંગઠનો વિરોધ નોધાવી રહ્યા છે. લોકોનો વિરોધ એ મુદ્દે છે કે ડેમ બનશે તો 4000 લોકોને વિસ્થાપિત થવાનો વારો આવશે. વળી આ ડેમનો મુદ્દો આ વખતે કોંગ્રેસ (Dharampur Assembly Seat) માટે મહત્વનો બની શકે એમ છે. વળી લોકોની માંગ પ્રાથમિક સુવિધાઓ, પાણી અને રસ્તાઓની કાયમની રહી છે. વરસાદની બાબતમાં ચેરાપુંજી જેવો વિસ્તાર ગણાતો હોવા છતાં ઉનાળામાં પીવાના પાણીની તંગી અહી વર્તાય છે જે પ્રશ્નો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022 )પણ પરેશાન કરશે.

કોઇપણ ઉમેદવાર હોય આ સમસ્યાનો ઉકેલ માગશે મતદાર

ABOUT THE AUTHOR

...view details