ગુજરાત

gujarat

ETV Bharat / state

કેજરીવાલના આગમન પૂર્વે ઉતારી લીધા પાર્ટીના ઝંડા-તોરણ - Aam Aadmi Party in Gujarat

વલસાડમાં દિલ્હીના મુખ્યપ્રધાનના આગમન પુર્વ સ્વાગત (Arvind Kejriwal visits Valsad) માટે લગાવવામાં આવેલા આપના ઝંડા તોરણ ઉતારી લેતા ફફડાટ ફેલાયો છે. આપના ઝંડા અને તોરણ ઉતાર્યા બાદ એવી માહિતી મળી કે, આ પ્રકારના (Valsad AAP flagpole taken down) આયોજનની પરવાનગી લીધી ન હતી. (Gujarat Assembly Election 2022)

કેજરીવાલના આગમન પૂર્વે ઉતારી લીધા પાર્ટીના ઝંડા તોરણ
કેજરીવાલના આગમન પૂર્વે ઉતારી લીધા પાર્ટીના ઝંડા તોરણ

By

Published : Nov 17, 2022, 9:07 AM IST

વલસાડશહેરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શોનું (Arvind Kejriwal visits Valsad) આયોજન કરવામાં આવ્યું હતું. જે પૂર્વે વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઝંડા અને તોરણ વલસાડ પાલિકા દ્વારા ઉતારી લેવાતા ફફડાટ ફેલાયો હતો. એન્ક્રોચમેન્ટ વિભાગના કર્મચારી અને અન્ય કામદારો દ્વારા રામ રોટી ચોકથી છેક મોંઘભાઈ હોલ સુધી લગાવવામાં આવેલા આમ આદમી પાર્ટીના ઝંડા ઉતારી લેવામાં આવ્યા હતા. (Kejriwal road show in Valsad)

કેજરીવાલના રોડ શો પહેલા પાલિકાએ બજારમાં લાગેલા આમ આદમી પાર્ટીના ઝંડા ઉતારી લેવાયા

કેજરીવાલના સ્વાગત માટે તૈયારી રામરોટી ચોકથી છેક મોંઘાભાઈ હોલ સુધીના વિસ્તારમાં કેજરીવાલના આગમન પૂર્વે (Gujarat Assembly Election 2022) આપના આયોજકો દ્વારા સ્વાગત માટે પાર્ટીના ઝંડા અને તોરણોલગાવવામાં આવ્યા હતા. જોકે તે અંગે પરવાનગી લેવામાં આવી હતી કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા ન થતાં આખરે પાલિકા કર્મચારીએ આચારસંહિતા ભંગ ન થાય તે માટે તમામ ઝંડીઓ અને તોરણો હટાવી લેવામાં આવ્યા હતા.(Valsad AAP flagpole taken down)

પાર્ટીના ઝંડા તોરણ

પાલીકા કર્મચારીએ શું કહ્યું પાલિકા એન્ક્રોચમેન્ટ વિભાગ કર્મચારી મહેશ ચૌહાણે જણાવ્યું કે, આચારસંહિતા અમલમાં હોય ત્યારે કોઈપણ પક્ષ દ્વારા તેમના ઝંડા અને વિવિધ તોરણો લગાવવા માટે વિશેષ પરવાનગી લેવાની હોય છે, પરંતુ આવી કોઈપણ પ્રકારની પરવાનગી આમ આદમી પાર્ટી દ્વારા લેવામાં આવી ન હોય ઉપરોક્ત અધિકારીઓના આદેશ અનુસાર પરવાનગી વિના લગાવવામાં આવેલી ઝંડીઓ ઉતારી લેવામાં આવી હતી. (Aam Aadmi Party in Gujarat)

ABOUT THE AUTHOR

...view details