વલસાડઃ વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં(Gram Panchayat Election 2021) વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો લાંબી કતારોમાં જોવા મળ્યા હતી. જેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે, આ ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન શરૂ થયું હતું, જેના કારણે સરપંચ અને વોર્ડના સભ્યો માટે અલગ-અલગ બેલેટ પેપર(Gram Panchayat Election Ballot Paper) મતદારોને આપવામાં આવી રહ્યા હતા. વલસાડ જિલ્લામાં 302 ગ્રામ પંચાયત માટે 815 જેટલા સરપંચ ઉમેદવારો માટે 19 ડિસેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી 1000 બૂથ ઉપર મતદાન(Gram Panchayat Election 2021 voting Valsad) શરૂ થયું હતું. સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં 71.04 ટકા મતદાન નોંધાયું છે.
સૌથી વધુ મતદાન ધરમપુર તાલુકામાં નોંધાયું
વલસાડ જિલ્લામાં 302 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ગઈકાલે વહેલી સવાર એટલે કે 19 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ મતદાન ધરમપુર તાલુકામાં 82.11 ટકા નોંધાયું છે. ધરમપુરમાં કુલ 91,514 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં 45,112 સ્ત્રી અને 46,402 પુરુષ મતદારોએ મતદાન કરતા જિલ્લામાં સૌથી વધુ મતદાન(Highest turnout in Valsad district) 82.11 ટકા મતદાન નોંધાયું છે.
સૌથી ઓછું મતદાન વાપી તાલુકામાં નોંધાયું
વલસાડ જિલ્લામાં સાંજના છેડે 71.04 ટકા જેટલું અંદાજિત મતદાન નોંધાયું છે. ત્યારે સૌથી ઓછું મતદાન(Lowest turnout in Valsad district) વાપી તાલુકામાં 58.69 ટકા જેટલું નોંધાયું છે વાપીના મતદારોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ ખૂબ ઓછો જોવા મળ્યો. તેવું જણાઈ આવે છે વાપીમાં કુલ 47,056 મતદાન કર્યું જેમાં 18035 સ્ત્રી અને 29021 પુરુષ મતદારોએ મતદાન કર્યું છે.
મોડી રાત સુધી ડિસ્પેચિંગ સેન્ટરો ધમધમતા રહ્યા મતપેટી સ્ટ્રોંગ રૂમ ઉપર લવાય
સાંજે 6 વાગ્યા મતદાનનો સમય પૂર્ણ થયા બાદ પણ અનેક સ્થળેથી મતપેટી અને મતદાન મથકના કર્મચારીઓ ડિસ્પેચિંગ સેન્ટર ઉપર પરત ફરયા હતા. તાલુકાના 6 મથકે બનેલા ડિસ્પેચિંગ સેન્ટર મોડી રાત સુધી ધમધમતા જોવા મળ્યા હતા.