- સતત 7 વર્ષ થી સમરસ બનતું ગામ એટલે ખજૂરડી
- સરકારે સમરસ પંચાયત 2000માં જાહેરાત કરી પણ ખજૂરડી 1992થી બને છે સમરસ
- વિકાસના કર્યો નિર્વિવાદ પણે થાય તે માટે ગ્રામજનો દ્વારા નક્કી કરે છે સરપંચનો ઉમેદવાર
વલસાડ:વલસાડવોર્ડના સભ્યોની યાદી ગુજરાત સરકારે વર્ષ 2000માં સમરસ ગ્રામ પંચાયતની યોજના (Scheme of Samaras Gram Panchayat) અમલમાં મૂકી છે. પરંતુ વલસાડ તાલુકાનું ખજુરડી ગામ છેક વર્ષ 1992થી સમરસ બનતું આવ્યુ છે.
સતત સાતમી વખત ગામ સમરસ બન્યું
આ વખતે સરપંચપદની બિનઅનામત બેઠક (Unreserved seat of Sarpanch) માટે ઉમેદવારી કરનાર ગામના એકમાત્ર નવયુવાન સેવાભાવી આગેવાન સ્નેહલ પટેલની આગેવાનીમાં ખજુરડી ગામ સતત સાતમી વખત સમરસ બન્યું છે. વર્ષોથી ઝઘડા, તકરાર, ગંદા રાજકારણથી પર રહેલા આ ગામના તમામ 8 વોર્ડોમાં, સ્થાનિક આગેવાનો, વડીલો, પૂર્વ સરપંચો સહિત ફળિયાવાસીઓએ એકસંપ થઇને ઉમેદવારની પસંદગી કરતા આ ઐતિહાસિક ઘટના બની હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
1992થી ગામમાં ચૂંટણી થઈ જ નથી
ગુજરાત સરકારે તો છેક 2000ની સાલમાં સમરસ ગામ માટેની યોજના(Scheme of Samaras Gram Panchayat) જાહેર કરી હતી . તેના 8 વર્ષ પહેલાથી જ એટલે કે આ વખતે વલસાડ જિલ્લામાં સમરસ ગ્રામ પંચાયતનો આંકડો 1992થી ખજુરડી ગામ સમરસ બનતું આવ્યુ છે. વલસાડના ખજુરડી ગામમાં 1992થી પંચાયતની ચૂંટણી થઇ જ નથી.