ગુજરાત

gujarat

ETV Bharat / state

Gram Panchayat Election 2021 : આસુરા ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોના હિસાબ સાથે મત લેવા આવવાના બેનર લાગ્યાં - આસુરા ગ્રામ પંચાયત ચૂંટણી

ધરમપુર તાલુકાના 54 ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election 2021 ) આગામી તારીખ 19 ડીસેમ્બરે યોજાશે. દરેક ગામોમાં સરપંચ પદના ઉમેદવારો દ્વારા હાલમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. દરેક ગામોમાં પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની પણ ગણતરી મતદારો કરી રહ્યા છે. ત્યારે આસુરા ગ્રામ પંચાયતમાં વોર્ડ 8માં છેલ્લા 15 વર્ષના વિકાસના હિસાબો સાથે મત માંગવા વોર્ડમાં આવવું એવા બેનર( Asura Gram Panchayat Elections Banners) લાગતા રાજકારણ ગરમાયું છે.

Gram Panchayat Election 2021 : આસુરા ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોના હિસાબ સાથે મત લેવા આવવાના બેનર લાગ્યાં
Gram Panchayat Election 2021 : આસુરા ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોના હિસાબ સાથે મત લેવા આવવાના બેનર લાગ્યાં

By

Published : Dec 4, 2021, 9:21 PM IST

  • આસુરા ગ્રામ પંચાયતમાં 15 વર્ષના વિકાસકાર્યોનો હિસાબ પૂછાયો
  • 19 તારીખે ગ્રામ પંચાયત ચૂંટણી યોજાશે
  • ધમરપુરની આસુરા ગ્રામ પંચાયતના વોર્ડમાં લાગ્યાં બેનર

ધરમપુરઃ આસુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા કાદવીયા ફળિયા વોર્ડમાં ગઈ કાલે મોડી રાત્રે સ્થાનિકોએ બેનરો લગાવ્યા છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમના વોર્ડમાં છેલ્લા 15 વર્ષમાં કરવામાં આવેલા વિકાસના કાર્યોના હિસાબ સાથે જ તેમના વોર્ડમાં કોઈ પણ ઉમેદવારે મતદાન અંગે પ્રચાર કરવા (Gram Panchayat Election 2021 ) અને મત માંગવા આવવું. સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં તેમના વોર્ડમાં રોડ રસ્તા તેમજ સ્ટ્રીટ લાઈટની સુવિધા નથી જેના કારણે લોકોને હવે ઉમેદવારો ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જેને પગલે વોર્ડમાં મત મેળવવા માટે આવનાર માટે બેનરો ( Asura Gram Panchayat Elections Banners) લગાવવામાં આવ્યા છે.

કઈ કઈ વિગતનો બેનરમાં કરવામાં આવ્યો છે ઉલ્લેખ

આસુરા ગામે કાદવીયા ફળિયામાં લગાવવામાં આવેલા બેનરોમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ 15 વર્ષમાં તમામ નાણા પંચના હિસાબો, પંચાયતમાં આવતી તમામ યોજના, આસુરા ગ્રામ પંચાયત સ્વભંડોળની માહિતી લઇને જ વોર્ડમાં પ્રચાર કરવા માટે આવવું ( Asura Gram Panchayat Elections Banners) જેવા વાક્યોનો ઉલ્લેખ બેનરોમાં કરવામાં આવ્યો છે.

ગામના મતદારોની જાગૃતિને લઇને ઉમેદવારોએ સજ્જ થવું પડશે

સ્થાનિકો મતદારોમાં આવી જાગૃતતા

મતદારો જાગૃત બન્યા છે એમાં પણ ચૂંંટણી (Gram Panchayat Election 2021 ) સમયે વોટ મેળવવા આવતા અને વચનો આપનાર સરપંચના ઉમેદવારો ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી તેમના વોર્ડમાં કોઈ કામગીરી માટે કે વિકાસ કાર્યો માટે દેખાતા ન હોઇ મતદારો પણ હવે જાગૃત બનીને આ તકનો લાભ લઇને સરપંચ માટે ઉભેલા ઉમેદવારોને તેમના સામે હાથ જોડીને ઉભા રાખવા માટે બેનરો ( Asura Gram Panchayat Elections Banners) લગાવીને પોતાની જાગૃતતા દર્શાવી રહ્યા છે અને 5 વર્ષમાં ઉમેદવારોએ વિકાસ કેટલો કર્યો તે જાણવા માટે પણ અવાજ ઉઠવી રહ્યાં છે.

આસુરા ગ્રામ પંચાયત માટે ત્રણ ઉમેદવાર ચુંટણી મેદાનમાં ઉતર્યા

ધરમપુરના આસુરા ગ્રામ પંચાયત માટે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gram Panchayat Election 2021 ) માટે ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં ભોયા અનિલ છોટુભાઈ ભાઈ ,ઝવેરભાઈ પાતાળભાઈ પટેલ,સંજયભાઈ નરસિહભાઈ પટેલ આમ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી છે. જોકે આ ત્રણે માટે વોર્ડ નંબર 8 માં જ્યાં બેનરો ( Asura Gram Panchayat Elections Banners) લાગ્યા છે ત્યાં મતદારોને રીઝવવા જવા માટે નવા ઉમેદવારોએ લોઢાના ચણા ચાવવા પડે એમ છે. આમ ધરમપુર જેવા વિસ્તારમાં પણ અનેક ગામોમાં રહેતા મતદારો પોતાના હક્ક અને અધિકારો અને વિકાસના કાર્યો માટે જાગૃત બન્યા છે એટલું જ નહીં એ પણ લોકો સમજી ચુક્યા છે કે ઉમેદવારને જો સાચી સમજણ આપવી હોય અને પાઠ ભણાવવો હોય તો ચૂંટણી પ્રચાર ટાણે જ દરેક ઉમેદવારની લગામ મતદારોના હાથમાં આવી શકે એમ છે.

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: માનકુવા ગામના લોકો કેવો સરપંચ ઈચ્છે છે, જુઓ

આ પણ વાંચોઃ Gram Panchayat elections 2021: ચૂંટણી જાહેર થતા જ સરકારી કચેરીઓમાં ઉમેદવારી કરનારાઓની દોડધામ વધી

ABOUT THE AUTHOR

...view details