- સરીગામની કંપનીમાંથી મળ્યા વેસ્ટ કેમિકલ ભરેલા ડ્રમ
- કંપનીની જમીનમાં ખાડો ખોદી ડ્રમ દાટયા હતાં
- GPCB એ વધુ તપાસ હાથ ધરી
વલસાડ: સરીગામ GIDCમાં આવેલી સર્વાઇવલ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના સંચાલકોએ કંપનીના કેમિકલ હેઝાર્ડ વેસ્ટના નિકાલ માટે માનવ જિંદગી જોખમમાં એવું ગંભીર કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. કંપની ખુલ્લી જગ્યામાંથી GPCBએ જાગૃત નાગરિકની ફરિયાદ આધારે જમીનમાં દાટેલા ત્રણ કેમિકલ ભરેલા ડ્રમ શોધી કાઢ્યા છે. કેમિકલ ડ્રમ મળ્યા બાદ જીપીસીબીએ વધુ તપાસ હાથ ધરી દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે જીપીસીબીના અધિકારીઓએ આપેલી વિગતો મુજબ સરીગામમાં આવેલી સર્વાઇવલ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ઇન્ટરમીડીએટ ફાર્મા પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. કંપનીમાં નીકળતો વેસ્ટ કેમિકલનો જથ્થો જીપીસીબીના નિયમો મુજબ CETP માં મોકલવાને બદલે ડ્રમમાં ભરી પોતાની કંપનીની ખુલ્લી જમીનમાં ખાડા ખોદીને દાટી દે છે એવી ફરિયાદ એક જાગૃત નાગરિકે કરી હતી.
GPCB એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
જે ફરિયાદને આધારે શનિવારે અને રવિવારે કંપનીની જગ્યામાં ખોદકામ કરતાં 200 લિટરના ત્રણ કેમિકલ ભરેલા ડ્રમ મળી આવ્યા હતા. ખોદકામ દરમિયાન ડ્રમ લીક થયા હોય આસપાસનું વાતાવરણના જોખમાય તે માટે ફરી તેને માટીથી ઢાંકી વધુ ખોદકામ હાથ ધર્યું હતું. કંપનીમાંથી વધુ કેમિકલનો જથ્થો મળ્યો નહોતો તેથી જીપીસીબીએ કેમિકલ નિકાલ માટે કરેલી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે દંડાત્મક કાર્યવાહી કરવા રિપોર્ટ તૈયાર કરી વડી કચેરીને સુપ્રત કર્યો છે.
કેમિકલનો જથ્થો અન્ય કંપનીનો હોવાનો ખુલાસો