ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં GPCB એ ગત વર્ષે 55 કંપનીને ક્લોઝર, 119ને શૉકોઝ, 36ને નોટિસ ઓફ ડાયરેકશન ફટકાર્યું - Closure notice by GPCB in GIDC

વલસાડ જિલ્લાના વાપી GIDC માં GPCB દ્વારા વર્ષ 2019માં 46 કંપનીઓને ક્લોઝર નોટિસ આપ્યા બાદ વર્ષ 2020માં 55 કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી પ્રદુષણ ઓકતી કંપનીઓ સામે કાર્યવાહી કરી હતી. જ્યારે વર્ષ 2021માં વાઈટલ કંપનીને 1 કરોડનો દંડ ફટકારી પ્રદુષણ ઓકતા એકમો સામે આ વર્ષે પણ લાલ આંખ કરી છે.

વાપીમાં GPCB એ ગત વર્ષે 55 કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી હતી
વાપીમાં GPCB એ ગત વર્ષે 55 કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી હતી

By

Published : Jan 22, 2021, 10:47 PM IST

  • વાપી GIDC માં GBCB દ્વારા 2020માં 55ને ક્લોઝર નોટિસ પાઠવી
  • પાણી, હવા અને ઘન કચરાના માપદંડ જળવતા નથી
  • વર્ષ 2021માં વાઈટલ કંપનીને 1 કરોડનો દંડ ફટકાર્યો
  • પ્રદુષણ ઓકતા એકમો સામે આ વર્ષે પણ લાલ આંખ

વલસાડઃ જિલ્લામાં વાપી GIDCના એકમો વર્ષોથી પ્રદુષણ મામલે બદનામ થતા એકમો છે. ભૂગર્ભ જળ, હવા પ્રદુષણ અને ઘન કચરાના મામલે વર્ષોથી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા અનેક એકમો સામે કરોડોનો દંડ ફટકાર્યો છે. તેમ છતાં વાપી GIDC માં પ્રદુષણ ફેલાવતા એકમોના સંચાલકો સુધર્યા નથી. વર્ષ 2019માં 46 કંપનીઓને ક્લોઝર નોટિસ આપ્યા બાદ વર્ષ 2020માં ઔદ્યોગિક એકમોનું પ્રદુષણ ઘટવાને બદલે વધ્યું છે. એટલે વર્ષ 2020માં GPCB એ 55 કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી હતી.

વાપી GIDC

અંદાજિત 4 હજાર જેટલી કંપનીઓ વાપી GIDC માં કાર્યરત

કેમીકલ, ફાર્માસ્યુટિકલ, પેપર, એન્જીનીયરીંગ, પેકેજીંગ જેવી અંદાજિત 4 હજાર જેટલી કંપનીઓ વાપી GIDC માં કાર્યરત છે. આ ઉદ્યોગોમાં કેટલાક ઉદ્યોગો દ્વારા પ્રદુષણ ફેલાવી વાપીને પ્રદુષિત ઝોનમાં સામેલ કરી દીધું હતું. જોકે, થોડા વર્ષો પહેલા ઉદ્યોગકારોને પ્રતાપે વાપી ક્રિટિકલ ઝોનમાંથી બહાર નીકળ્યું હતું. પરંતુ ફરી એ જ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી હોવાનું GPCB ના વાર્ષિક અહેવાલને જોતા લાગી રહ્યું છે.

વાપીમાં GPCB એ ગત વર્ષે 55 કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી હતી
વર્ષ 2020માં 204 કંપનીઓ સામે કાર્યવાહીવર્ષ 2019 અને વર્ષ 2020માં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા એકમોમાં જે કાર્યવાહી કરવામાં આવી છે. તે જોતા ક્રિટીકલ શ્રેણીમાંથી બહાર આવ્યાં બાદ પણ વાપી GIDC માં પ્રદુષણ બાબતે કોઈ સુધારો થયો નથી. છાશવારે બનતા ગંભીર આગના બનાવો, વેસ્ટ કેમિકલને સગેવગે કરવાના ગોરખધંધા મોટાપાયે ફુલ્યાફાલ્યા છે. વિતેલા વર્ષ 2020 માં વાપી વસાહતમાં પ્રદુષણ ઓકતી 55 કંપનીને ક્લોઝર, 119 કંપનીઓને શૉકોઝ અને 30 એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન અપાયા હતાં.
GPCB એ ગત વર્ષે 55 કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવી
NGTએ પણ અનેકવાર ટકોર કરીવાપી GIDCના પ્રદૂષણકારી એકમોને કારણે પાણી, હવાને પારાવાર નુકસાન થયું છે. જોખમી ઘન કચરા અંગેના જરૂરી માપદંડોનું પાલન કરવામા આવતું નથી. પરિણામે વાપી GIDCની છબી સતત ખરડાઈ રહી છે. જે અંગે NGTએ પણ અનેકવાર ટકોર કરી કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ
છેલ્લા 2 વર્ષની પરિસ્થિતિમાં પ્રદુષણ વધ્યુંવાપીમાં ભૂગર્ભ જળ, હવાના પ્રદુષણ અંગે છેલ્લા 2 વર્ષની પરિસ્થિતિ જોઈએ તો હવાના પ્રદુષણ મામલે AQI 300 પાર પહોંચ્યો હોવાના રેકોર્ડ નોંધાયા છે. કેમિકલયુક્ત પાણીના નિકાલને મામલે નદી-નાળા માં COD-BOD નું પ્રમાણ અનેકવાર જળવાયું નથી. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ આ અંગે દર વર્ષે પ્રદૂષણકારી એકમો સામે કાયદાનો દંડો ઉગામે છે. વર્ષ 2019માં GBCB એ 46 એકમોને ક્લોઝર નોટિસ, 174 એકમોને શો-કોઝ પાઠવી હતી. જ્યારે વર્ષ 2020માં ક્લોઝર નોટિસ મેળવનારી કંપનીઓની સંખ્યા 55 પર પહોંચી હતી.
ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ

2021ના પ્રથમ મહિનામાં જ 4 કંપનીઓને ક્લોઝર

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષ 2021માં પણ જાન્યુઆરી માસમાં જ પ્રદુષણ ફેલાવવા મામલે આગમાં સ્વાહા થયેલી વાઈટલ લેબોરેટરીઝને 1 કરોડનો દંડ અને ક્લોઝર નોટિસ આપી છે. બીજી કંપની યોગેશ્વર કેમિકલને પણ કેમિકલના નિકાલ મામલે 25 લાખનો દંડ અને કોલઝર નોટિસ પાઠવી છે. GPCBની પ્રદુષણ મામલે સખત કાર્યવાહી પછી પણ ઉદ્યોગકારોમમાં જાગૃતિ ઓછી અને સેટિંગ ડોટ કોમ મુજબ પ્રદુષણ ફેલાવી વધુ કમાણી કરવાની બદ દાનત વધુ જોવા મળી રહી છે.

વાપી GIDC માં GBCB દ્વારા 2020માં 55ને ક્લોઝર આપી

ABOUT THE AUTHOR

...view details