ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુર ખાતે શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્‍પિટલ કોવિડ કેર સેન્ટરનું રાજ્‍યપાલે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યુ - વલસાડના સમાચાર

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા તૈયાર થયેલી 150 બેડની શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્‍પિટલ કોવિડ કેરનું ઉદ્ઘાટન ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત અને શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના સ્‍થાપક પૂજ્‍ય ગુરુદેવ રાકેશભાઈ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

The Governor made a virtual inauguration
The Governor made a virtual inauguration

By

Published : May 11, 2021, 10:50 PM IST

  • ઓઝરપાડા ખાતે 150 બેડનું કોવિડ કેર સેન્ટર ખુલ્લું મૂકાયું
  • કોરોના કાળમાં સંતો- મહંતો અને ધર્મગુરુઓને પોતાનું બહુમૂલ્‍ય યોગદાન આપવા રાજ્‍યપાલે અપીલ કરી
  • વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ કેર હોસ્પિટલનું ઉદ્ઘાટન

વલસાડ : શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્‍પિટલ કોવિડ કેરના ઉદ્ઘાટન પ્રસંગે આચાર્ય દેવવ્રતે જણાવ્‍યું હતું કે, પ્રાણીમાત્રના કલ્‍યાણ માટે જીવન સમર્પિત કરનારા સંતો- મહંતોને મન લોક- કલ્‍યાણ જ સર્વોપરી હોય છે. કોરોના સંક્રમણના આ કપરા કાળમાં સંતો- મહંતો અને ધર્મગુરુઓને યત્‍કિંચિત સહયોગ માટે પોતાનું બહુમૂલ્‍ય યોગદાન આપવા રાજ્‍યપાલે વીડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી આગ્રહભરી અપીલ કરી હતી. જે અપીલને માન આપીને શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના સ્‍થાપક પૂજ્‍ય ગુરુદેવ રાકેશભાઈના માર્ગદર્શનથી શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્‍પિટલ નામની નવી 150 બેડની હોસ્‍પિટલ ઓઝરપાડા ગામ, ધરમપુર તાલુકામાં, અતુલ ઇન્‍સ્‍ટિટ્યૂટ ઓફ વોકેશનલ એક્‍સિલન્‍સના સહયોગથી આજે મંગળવારે શરૂ કરવામાં આવી છે.

શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્‍પિટલ કોવિડ કેર સેન્ટર

આ પણ વાંચો : મોટી ચિરઇ ખાતે 8 બેડનું ઓક્સિજનની સુવિધાવાળું કોવિડ સેન્ટર તૈયાર થયું

150 બેડની આ હોસ્‍પિટલ ICU, ઓક્‍સિજન સપોર્ટ, વેન્‍ટિલેટરની સુવિધા તથા કુશળ ડૉક્‍ટરોની ટીમથી સજ્જ

શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના ટ્રસ્‍ટી વિજયભાઇ રૂપાણીએ કોવિડ કેર હોસ્‍પિટલની રૂપરેખા આપતાં જણાવ્‍યું હતું કે, કોરોનાની બીજી લહેરે આપણી ગ્રામીણ વસ્‍તીમાં પગપેસારો કર્યો છે. 150 બેડની આ હોસ્‍પિટલ ICU, ઓક્‍સિજન સપોર્ટ, વેન્‍ટિલેટરની સુવિધા તથા કુશળ ડૉક્‍ટરોની ટીમથી સજ્જ છે. જેના કારણે આસપાસના અનેક ગામડાઓનાં દર્દીઓને શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્‍પિટલ કોવિડ કેરની આરોગ્‍ય સેવાઓ તથા કોવિડ વાઈરસ સામે લડવામાં મદદ કરશે.

શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્‍પિટલ કોવિડ કેર સેન્ટર

આ પણ વાંચો : રાજ્યપ્રધાને કચ્છના રાતાતળાવ ખાતે સંત શ્રી ઓધવરામ કોવિડ કેર સેન્ટરની લીધી મૂલાકાત

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ કેર હોસ્પિટલનું ઉદ્ઘાટન

વીડિયો કોન્‍ફરન્‍સથી યોજાયેલા કોવિડ કેર હોસ્‍પિટલના ઉદ્ઘાટન પ્રસંગમાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુરના સ્‍થાપક ગુરુદેવ રાકેશભાઈ, સાંસદ ડૉ. કે. સી. પટેલ, ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદ પટેલ, જિલ્લા કલેક્ટર આર. આર. રાવલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇ કંસારા, સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ અને દેશ- વિદેશમાં સ્‍થિત અનુયાયીઓ સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કોવિદ કેર સેન્ટર હોસ્પિટલનું આજે મંગળવારે ઓનલાઇન ઉદ્ઘાટન થતા હવે ધરમપુર અને તેની આસપાસના ગામોના સ્થાનિક કોવિડ પોઝિટિવ દર્દીને સરળતા પૂર્વક સારવાર મળી રહેશે.

ABOUT THE AUTHOR

...view details