ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં વલસાડના હરિયા ગામના મહિલા સરપંચની ઉમદા કામગીરી - અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ

વલસાડ શહેર નજીકમાં આવેલા હરિયા ગામની ગ્રામ પંચાયત અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડના સહયોગથી લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ધરાવતી 200થી વધુ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ સરપંચ દ્વારા ગામમાં નિવાસ કરતા મજૂર વર્ગના લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

women sarpanch of Hariya village in Valsad
લોકડાઉનમાં વલસાડના હરિયા ગામના મહિલા સરપંચની ઉમદા કામગીરી

By

Published : Mar 30, 2020, 8:15 PM IST

વલસાડઃ કોરોના જેવી મહામારીએ સમગ્ર ભારતને પોતાના ભરડામાં લીધું છે, ત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ પરિવારો જે રોજ કમાઇને રોજ ખાનારા વર્ગ છે. એવા લોકો માટે હાલ પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલી ભરી બની છે, ત્યારે આવા લોકોને મદદરૂપ થવા અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે. વલસાડ નજીકના આવેલા હરિયા ગામે ગ્રામ પંચાયત હરિયા દ્વારા મહિલા સરપંચે તેમના ગામમાં વસવાટ કરતાં 500થી વધુ લોકો માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરી છે.

લોકડાઉનમાં વલસાડના હરિયા ગામના મહિલા સરપંચની ઉમદા કામગીરી

છેલ્લા ત્રણ દિવસથી સતત હરિયા ગામના મહિલા સરપંચ પૂર્વીબેન રાઠોડ દ્વારા 1500 જેટલા લોકોને ખીચડી-શાક સહિતનું ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું, તો સાથે સાથે સમગ્ર વિશ્વમાં જાણીતી રંગ-રસાયણની અતુલ કંપની દ્વારા ચાલતી સંસ્થા અતુલ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા હરિયા ગામે 200 જેટલા લોકો માટે રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કીટમાં દાળ, ચોખા, ઘઉં, કઠોળ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લોકોને પૂરી પાડવામાં આવી રહી છે અને આ તમામ કામગીરી પરિયા ગામના મહિલા સરપંચ પૂર્વીબેન રાઠોડના નેતૃત્વમાં કરવામાં આવી રહી છે.

લોકડાઉનમાં વલસાડના હરિયા ગામના મહિલા સરપંચની ઉમદા કામગીરી

આ અંગે મહિલા સરપંચ પૂર્વીબેન રાઠોડે જણાવ્યું કે, ગામના તમામ લોકો સરકારની તમામ ગાઇડ-લાઇનને અનુસરી રહ્યાં છે. આ સાથે જ ગામના 1500 જેટલા લોકો જે રોજ કમાઈ અને રોજ ખાનારો વર્ગ છે, તેવા લોકોને તેમના દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા પણ તેમને સહયોગ કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details