વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ LCBની ટીમે બાતમીના આધારે સરીગામ લક્ષ્મીવિદ્યાપીઠ સ્કૂલની પાછળ ફળિયામાં ડુંગર ઉપર જુગાર રમતા 8 ઈસમોની ધરપકડ કરી હતી. જેમાં 26,320 રૂપિયા, દાવ ઉપરના 1200 રૂપિયા, મોબાઇલ 18500 રૂપિયાના 7 નંગ મોબાઇલ, અને 1,20,000ની કિંમતની 4 બાઇક મળી કુલ 1,66,020 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વલસાડમાં જુગાર રમતા 8 લોકોની ધરપકડ, LCBએ 3ને વોન્ટેડ કર્યા જાહેર - Gujrati News
વલસાડઃ મરગામ તાલુકાના સરીગામમાં લક્ષ્મીવિદ્યાપીઠ સ્કૂલની પાછળ આવેલા ડુંગર ઉપર ચકલી પોપટ જુગાર રમી રહેલા 8 લોકોની LCBએ ધરપકડ કરી 1.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે.
![વલસાડમાં જુગાર રમતા 8 લોકોની ધરપકડ, LCBએ 3ને વોન્ટેડ કર્યા જાહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3416720-thumbnail-3x2-bb.jpg)
ભિલાડ
ભિંલાડમાં 8 લોકોની 1.66 લાખનો મુદ્દામાલ સાથે LCBએ કરી ધરપકડ. જ્યારે ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે.
જેમાં દિલીપ ઉર્ફે દિપુ ચંપક કહાર, ભરત છગન દુબળા, સમીમખાન ઇદારતખાન, ઇમરાનખાન અકરમખાન, દત્તુ દેવીયા વારલી, દિલીપ મન્થુ વારલી, રસીક ચેતા વાડુ, જીગર પ્રેમા આહીર ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ભીલાડમાં રહેતો વિજય વારલી,બાઇક નં. જીજે-15-જેજે-8369નો ચાલક અને મોપેડ નં.જીજે-21-બીએ-2149ના ચાલકને વોન્ટેડ જાહેર કરાયો હતો.