વલસાડ: અમાસના દિવસે તિથલના દરિયામાં ભરતીના મોજા ઉછળી રહ્યા હતા. તે દરમિયાન દરિયાકિનારે વિચરતા ઢોરો પૈકી એક ગૌમાતા દરિયાકિનારે નજીકમાં પહોંચી જતા ભરતીના મોજાની તપાસને પગલે દરિયામાં ડૂબકી જોવા મળી હતી. જોકે, આ ઘટનાને ગૌ સેવા દળના યુવાનોને ખબર પડતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને દોરડા અને લાકડાની મદદથી લગભગ એક કલાકની જહેમત બાદ ગૌમાતાને હેમખેમ બચાવી લેવામાં સફળ રહ્યા હતા.
વલસાડમાં તિથલના દરિયામાં ડૂબી રહેલી ગૌમાતાને ગૌસેવા દળના યુવાનોએ બચાવી - Tithal in Valsad
વલસાડ જિલ્લાના તિથલ બીચ ઉપર અમાસની ભરતીમાં દરિયાના મોજામાં તણાઈ રહેલી ગૌમાતાને ગૌ સેવા દળના યુવાનોએ દોરડા અને લાકડા બાંધીને હેમખેમ બચાવી લીધી હતી.
![વલસાડમાં તિથલના દરિયામાં ડૂબી રહેલી ગૌમાતાને ગૌસેવા દળના યુવાનોએ બચાવી valsad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8843934-504-8843934-1600406347847.jpg)
આ અંગેે ગૌ સેવા દળના પ્રમુખ હેમંતભાઈ અને દિનેશભાઈ ટીમ તિથલ દરિયા કિનારે પહોંચીને ગૌમાતાને બચાવવા માટે જહેમત ઉઠાવી હતી. જોકે, ભરતીના દરિયાની સપાટી ખૂબ પ્રચંડ હોવાને કારણે સતત એક કલાક સુધી યુવાનોએ ગૌમાતાને બચાવવા માટે લાકડાં અને દોરડા વડે જ જોવાની ફરજ પડી હતી. તેમ છતાં પણ મનોબળ મજબૂત રાખીને ગૌમાતાને કોઈપણ રીતે બચાવી લેવા માટે તેઓએ કામગીરી હાથ ધરી અને અંતે તેઓ સફળ રહ્યા હતા.
મહત્વનું છે કે, તિથલના દરિયા કિનારે રખડતા ઢોરો વધુ જોવા મળે છે. જે પૈકી ભરતીના સમયે દરિયામાં તણાઈ જાય એવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની છે. ત્યારે પોતાના ખુલ્લા છોડી દેવાતા આવા પશુપાલકોને પણ ગૌ સેવા દળના યુવાનોએ નમ્ર અરજ કરી હતી.