ડીજે તાલે ઝૂમતાં ખૈલાયાઓમાં શેરીના ગરબાની રમઝટની ભૂલાઈ રહી છે. જેને ટકાવી રાખવા માટે ઉડાન ધ વિંગ સંસ્થા દ્વારા શેરી ગરબાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઢોલક અને હાર્મોનિયમનો ઉપયોગ કરી ગરબાની રમઝટ માણવામાં આવી હતી.
વલસાડમાં ઉડાન ધ વિંગ સંસ્થા દ્વારા શેરી ગરબા સ્પર્ધા યોજાઈ - ઉડાન ધ વિંગ સંસ્થા દ્વારા શેરી ગરબાની સ્પર્ધા યોજાઈ
વલસાડઃ નવરાત્રીને ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે, ત્યારે આધુનિક સાધાનો વચ્ચે મરી પરવારેલાં શેરી ગરબાને બચાવવા માટે વિવિધ કાર્યક્રયો યાજાઈ રહ્યાં છે. ઉડાન ધી વિંગ નામની સંસ્થા દ્વારા દર વર્ષે શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં માત્ર ઢોલક અને હાર્મોનિયમનો જ ઉપયોગ કરવામાં આવે છે. આમ, શેરી ગરબાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ સંસ્થા દ્વારા શેરી ગરબા સ્પર્ધા યોજાઈ હતી.
વલસાડમાં ઉડાન ધ વિંગ સંસ્થા દ્વારા શેરી ગરબા સ્પર્ધા યોજાઈ
માત્ર 8 ગૃપના સ્પર્ધકોથી શરૂ કરાયેલાં શેરી ગરબા સ્પર્ધામાં આ વર્ષે 38 ગૃપે ભાગ લીધો હતો. વલસાડ સાયન્સ કૉલેજના ઓડિટોરિયનમાં શનિવારના રોજ શેરી ગરબા અને ગરબા ગીતની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ મા અંબાના ગરબે ઝૂમતાં જોવા મળ્યા હતાં.