ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ LCB ટીમે લૂંટ કરનાર કુખ્યાત ગેંગની ધરપકડ કરી - LATEST NEWS OF VALASAD LCB TEAM

વલસાડઃ જિલ્લામાં ધાડ, ઉઠાંતરી જેવા ગુના માટે કુખ્યાત કનુ મોગજી પરમારની અંતરરાજ્ય ગેંગની ધરપકડ કરાઈ હતી. બુધવારે રાત્રિના સમય દરમિયાન વલસાડ LCB ટીમે વૉચ ગોઠવી હતી. તે દરમિયાન આરોપીને પકડવામાં LCB ટીમને સફળતા મળી હતી.

વલસાડ
વલસાડ

By

Published : Jan 9, 2020, 11:45 PM IST

વલસાડ LCB ટીમને ટોળકીના કુખ્ય સૂત્રધાર કનુ મોગજી સહિત 4 ગુનેગારને કા૨ તથા ઘાતક હથિયારો સાથે પકડી પાડવા મોટી સફળતા મળી છે. આ ઓપરેશન દરમિયાન 1 ધાડપાડુ અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો. વલસાડ જિલ્લામાં પારડી , વાપી , સુરત અને રાજસ્થાન રાજ્યમાં ધાડ , લૂંટ , ચોરી , વાહનચોરીના ગુના આચરવા માટે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુરાલગઢ તાલુકાના ગાઠી ગામનો કનુ મોગજી પરમાર પોતાની ગેંગ સાથે ત્રાટકતો હતો.

વલસાડ LCB ટીમે લૂંટ કરનાર કુખ્યાત ગેંગની ધરપકડ કરી

મળતી માહિતી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના સુરત , ઉધના જેવા શહેરો સાથે વલસાડના પારડી વાપીમાં રાજસ્થાનની આ ગેંગના મુખ્ય સૂત્રધાર કનુ મોગજી પરમાર તેના સાગરિતો સાથે જે-તે વિસ્તારની ખુલ્લી જગ્યા અને નદી જેવા પંથકમાં ખુલ્લા મેદાનમાં મળી ગુનાને અંજામ આપતો હતો.

ઉલ્લેખનીય છે કે, આરોપી કનુ મોગજી સામે સુરત, પૂણા,વાપી ટાઉન, બે ગુના પારડી પોલીસ મથક માં 7 ગુના નોંધાયેલા છે.

ABOUT THE AUTHOR

...view details